સલમાન ખાનના ભાઈ માટે સીમા સચદેવ ઘરેથી ભાગી પછી અડધી રાત્રે મૌલવીનું કિડનેપ કરીને નિકાહ કર્યા હતા, હવે સલમાનના ભાઈને છોડીને જતી રહી
બોલિવુડના દબંગ સલમાન ખાનના પરિવારમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા. ખાન પરિવારમાં વધુ એક લગ્ન તૂટવાની કગાર પર છે. અરબાઝ ખાન અને મલાઇકા અરોરાના છૂટાછેડા બાદ સલમાન ખાનના નાના ભાઇ સોહેલ ખાન અને તેની પત્ની સીમા ખાનના છૂટાછેડા થવા જઇ રહ્યા છે. શુક્રવારના રોજ સીમા ખાન અને સોહેલ ખાને મુંબઇના ફેમીલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે. કોર્ટ બહાર પણ બંનેને અલગ અલગ સ્પોટ કરવામાં આવ્યા હતા. હજી સુધી કપલ તરફથી છૂટાછેડા પર ઓફિશિયલ જાણકારી શેર કરવામાં આવી નથી.
સોહેલ અને સીમાના લગ્ન 24 વર્ષ બાદ તૂટવા જઇ રહ્યા છે. સોહેલ અને સીમાને આ લગ્નથી બે બાળકો નિરવાન અને યોહાન છે. ખાન પરિવારમાં બીજા છૂટાછેડાની ખબર સામે આવતા ચાહકોને ઝાટકો લાગ્યો હતો. આજે અમે તમને સોહેલ ખાન અને સીમા ખાનની લવ સ્ટોરી જણાવવા જઇ રહ્યા છે. સોહેલ અને સીમાના લગ્ન વર્ષ 1998માં થયા હતા. આજે ભલે બંને વચ્ચે પ્રેમ ખત્મ થઇ ગયો હોય પરંતુ એક સમય હતો જયારે બંને એખબીજાના પ્રેમના ડૂબેલા રહેતા હતા.
કેટલાક રીપોર્ટ્સ અનુસાર, સોહેલ ખાન અને સીમા ખાનની પહેલી મુલાકાત ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ના શુટિંગ સમયે થઇ હતી. તે સમયે સીમા ખાન મુંબઇમાં રહેતી હતી, તે ફેશન ડિઝાઇનિંગમાં તેનું કરિયર બનાવવા માંગતી હતી. ઘણુ જલ્દી સોહેલ ખાન અને સીમા ખાને ડેટ કરવાનું શરૂ કરી દીધુ હતુ. તેમણે જીવનભર એકબીજાનો હાથ થામવાનો નિર્ણય કરો. પરંતુ બંને માટે એક થવું એ સરળ ન હતુ. સીમાના પરિવારને આ સંબંધથી તકલીફ હતી. આ વિશે પોતે સોહેલ ખાને જણાવ્યુ હતુ કે, જયારે સીમાના પરિવારને ખબર પડી કે છોકરો ફિલ્મી પરિવારથી તો તેમને પરેશાની હતી.
આ માટે એક દિવસ અચાનક મેં સવારે પિતા સલીમ ખાનને ફોન કર્યુ અને કહ્યુ કે, લગ્ન કરવા છે. હવે નિકાહ કરવા માટે મૌલવીની જરૂરત હતી. તેમણે મસ્જિદ તરફ જતા મૌલવી સાહેબને ઉઠાવ્યા અને ઘરે લાવી પિતાના સામે બેસાડી દીધા, તેમણે ત્યાં જ બંનેના લગ્ન કરાવી લીધા. બે વર્ષ બાદ સીમાએ તેના પહેલા બાળકને જન્મ આપ્યો. જેનું નામ તેમણે નિરવાન રાખ્યુ. વર્ષ 2011માં તેણે બીજા દીકરા યોહાનનું સ્વાગત કર્યુ હતુ. સમય સાથે સીમાના પરિવારે પણ બંનેના લગ્નને કબૂલી લીધા.
એક સમયે એકબીજાને ખૂબ પ્રેમ કરતા સોહેલ અને સીમા કેમ અલગ થવા જઈ રહ્યા છે. હજુ સુધી તેનો ખુલાસો થયો નથી. આ કપલ ઘણા વર્ષોથી અલગ રહે છે. 2017માં પણ સોહેલ અને સીમાના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા હતા. તેઓ સાથે રહેતા ન હોવાનું જાણવા મળ્યું હતું. શો ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્ઝની પ્રથમ સીઝનમાં સીમા ખાને ઈશારો કર્યો હતો કે તે અલગ રહે છે. બંને ઘરમાં તેમના બાળકો આવતા-જતા રહે છે.
સોહેલ અને સીમા તેમના બે પુત્રોને ખૂબ પ્રેમ કરે છે. તેઓ અવારનવાર બાળકો સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.સીમા ખાન વ્યવસાયે ફેશન ડિઝાઇનર અને અભિનેત્રી છે. સોહેલ ખાન એક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તે પોતાના ભાઈ સલમાન ખાન જેવો સફળ હીરો ન બની શક્યો. સોહેલનું કરિયર ફ્લોપ રહ્યું છે.