સોશિયલ મીડિયા સ્ટાર હિમાંશીએ બ્રિજથી કૂદી આપી દીધો હતો જીવ, પરિવારને કાવતરુ….જાણો વિગત

દુઃખદ : 24 વર્ષની સેલિબ્રિટીએ મોત પહેલા મિત્ર સાથે થયેલી છેલ્લી ચેટ…જાણો વિગત

ફેસબુક અને યૂટયૂબથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવનારી હિમાંશી ગાંધીએ સિગ્નેચર બ્રિજથી યમુના નદીમાં કૂદી આત્મહત્યા કરી લીધી. કઇ પરિસ્થિતિઓમાં આ પગલુ ઉઠાવ્યુ તે રહસ્ય બનેલુ છે. હિમાંશી સામાજિક મુદ્દા ઉઠાવતી હતી. 24 જૂનથી તે લાપતા હતી. પરિવારે મિસિંગ ફરિયાદ પણ કરી હતી. 25 જૂનના રોજ તેનું શવ યમુના નદીથી મળ્યુ.

પોલિસને આ મામલે એક સીસીટીવી ફુટેજ મળી છે, જેના આધાર પર પોલિસે પૂરા મામલાને સુસાઇડ જણાવ્યો છે. જો કે, પરિવારને શક છે કે હિમાંશીની મોત પાછળ કોઇએ કાવતરુ ઘડ્યુ છે. કારણ કે તે આવુ પગલુ ના ભરી શકે. પોલિસ આ મામલે પોસ્ટમોર્ટમની રાહ જોઇ રહી છે.

નવભારત ટાઇમ્સના રીપોર્ટ અનુસાાર, હિમાંશીએ હાલમાં જ તેના મિત્રો સાથે મળીને એક કેફે ખોલ્યુ હતુ. આ સિલસિલામાં તે 24 જૂનના રોજ વિજય નગર ગઇ હતી. જો કે, મોડી સાંજ સુધી તે ઘરે પાછી ના આવી. તે સમયે હિમાંશીના એક મિત્રએ તેની માતાને ફોન કરી કહ્યુ કે, હિમાંશી ઘણા ગુસ્સામાં કેફેથી નીકળી હતી. મિત્રએ એ પણ જણાવ્યુ કે, તે બધા મળીને હિમાંશીની શોધ કરી રહ્યા છે.

આ વચ્ચે પોલિસના સૂત્રો દ્વારા એબીપીને જાણ થઇ કે સીસીટીવીમાં માત્ર એટલુ જ નથી જોવા મળ્યુ કે હિમાંશીએ યમુના નદીમાં છલાંગ લગાવી પરંતુ તે પહેલા લગભગ 10 મિનિટ સુધી તે કોઇ સાથે મોબાઇલ પર વાતચીત કરી રહી હતી અને તે બાદ તેણે આવું પગલુ ભર્યુ.

હિમાંશીના પરિવારજનોએ હિમાંશી અને સચિન વચ્ચે થયેલ વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ પોલિસને પણ ઉપલબ્ધ કરાવ્યો છે. આ ચેટમાં હિમાંશી સચિનને લખી રહી છે કે બધાને ખબર છે કે મારી તબિયત ઠીક નથી, તેમ છત્તાં તમે લોકો મારી જોડે આવી રીતનો બિહેવ કરી રહ્યા છે. મારાથી આ બધુ નથી જોવાઇ રહ્યુ. મારુ બેગ ઘરે મોકલાવી દેજો, હું નીકળી રહી છુ.

તે વધુમાં લખે છે કે, ઘણુ સારુ કરી રહ્યા છો તમે આવું કરીને. ભાઇ હું જઇ રહી છું. આજે લાસ્ટ ટાઇમ હતુ. તેણે અંગ્રેજીમાં લખ્યુ હતુ કે હું મારા જીવનને ખત્મ કરવા જઇ રહી છું. તેનો જવાબદાર આયુષ છે અને તમે બધા લોકો છે, જેણે મારી સાથે બદતમીજી કરી છે.

Shah Jina