સાપની સળી કરવી આ બાળકને પડી ગઈ ભારે, એવા હાલ થયા કે વીડિયોમાં જોઈને હેરાન રહી જશો

સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે ઘણા લોકો અવનવા પેતરાઓ કરતા હોય છે, જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે, ઘણીવાર આવા પેતરાઓ કરવા જીવન જોખમ રૂપ પણ બને છે, આવી ઘટનાઓ પણ આપણે જોઈ અને સાંભળી હશે, ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયર થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક બાળક સાપ સાથે રમી રહ્યો છે. વીડિયોમાં આ બાળકનો આત્મવિશ્વાસ પણ ગજબનો જોવા મળી રહ્યો છે અને ખતરનાક સાપ સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સાપ સાથે મસ્તી કરવા દરમિયાન એવું કઈક બને છે જે જોઈને કોઈપણ હેરાન રહી જાય.

આ વાયરલ વીડિયો માત્ર 20 સેકેંડનો છે. આ વીડિયોની અંદર બાળકે લાંબા સાપને પોતાના હાથમાં પકડી રાખ્યો છે. આ સાપ બાળકોની હરકતોથી ખુબ જ હેરાન પણ થઇ રહ્યો છે. તે પોતાનું મોઢું ખોલી અને બાળક ઉપર હુમલો કરવાની પણ તૈયારી કરે છે. પરંતુ બાળક તેને હાથથી બરાબર જકડી રાખે છે, અને પાછો મસ્તી કરવા લાગે જાય છે.


આ બાળક સાપને પોતાના મોઢા ઉપર પણ ફેરવે છે પછી માથ ઉપર લઇ જાય છે. બાળકની વારંવાર કરવામાં આવતી આ હરકતોથી હેરાન થઈને આખરે સાપ બાળક ઉપર હુમલો કરી બેસે છે. આ વીડિયોને જોવામાં આમ મજેદાર પણ છે અને એકરીતે ચેતવણી રૂપ પણ છે. કે આવા ઝેરી જાનવરો સાથે મજાક મસ્તી ના કરવી જોઈએ.

Niraj Patel