પિતાએ નાગને માર્યો તો નાગિને 15 કલાક બાદ તેના જ 12 વર્ષના દીકરાને માર્યો દંશ, થઇ મોત

નાગિન અથવા નાગના બદલાની કહાનીઓ સામાન્ય રીતે ફિલ્મોમાં બતાવવામાં આવે છે, જેમાં નાગ અથવા નાગિન તેમના પાર્ટનરના મોતનો બદલો લે છે. પરંતુ તમને લાગશે કે આ તો ફિલ્મોમાં જ થાય, પરંતુ હાલ એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં આ હકિકત થતુ જણાઇ રહ્યુ છે. ગ્રામીણ વિસ્તારોમાં એવું પણ કહેવાય છે કે, સાપને મારતી વખતે તેની આંખોમાં ફોટો ક્લિક થઈ જાય છે, જેને જોઈને તેનો પાર્ટનર બદલો લે છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના સિહોરથી સામે આવ્યો છે જ્યાં એક વ્યક્તિએ સાપને માર્યાના થોડા કલાકો બાદ તેના પુત્રને સાપે દંશ માર્યો હતો.

હવે ગ્રામજનોનો દાવો છે કે નાગિને સાપના મોતનો બદલો લીધો છે.આ ઘટના સિહોર જિલ્લાના જોશીપુરની છે, જ્યાં 12 વર્ષીય રોહિતનું સર્પદંશથી મોત થયું હતું. આ ઘટના સમગ્ર વિસ્તારમાં એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે બાળકના મોત પહેલા તેના પિતા કિશોરી લાલે સાપને મારી નાખ્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ ગામની ચોપલોથી લઈને સોશિયલ મીડિયા પર નાગનો બદલો લેવાના દાવા કરવામાં આવી રહ્યા છે.જોશીપુરમાં કિશોરી લાલ પોતાના પરિવાર સાથે મજૂરી કામ કરે છે.

ચૈત્ર નવરાત્રિમાં અહીં ઝવેરાત રાખવામાં આવે છે. ગુરુવારે સવારે લગભગ 8થી 9 વાગ્યે કિશોરી લાલના ઘરમાં એક સાપ નીકળ્યો હતો. તેને કિશોરીલાલ અને તેના પરિવારના સભ્યોએ ઢોર માર માર્યો હતો. આ પછી તેઓએ પૂજા કરવાનું શરૂ કર્યું. ઘટનાને 24 કલાક પણ થયા ન હતા કે રાત્રે લગભગ 2 વાગ્યા આસપાસ ઘરમાં સૂતેલા કિશોરી લાલના પુત્ર રોહિતને અન્ય સાપે દંશ માર્યો. રોહિતે બૂમાબૂમ કરતાં અન્ય લોકો જાગી ગયા હતા.

તેને હોશંગાબાદ જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાંથી તેને ભોપાલ રેફર કરવામાં આવ્યો.જોકે, ભોપાલ લઈ જતી વખતે રસ્તામાં જ તેનું મોત થયું હતું. રોહિતના મોત બાદ પરિવારજની રડી રડીને હાલત ખરાબ છે. બીજી તરફ નાગના બદલાની કહાની ગામ અને પંથકમાં જોર પકડી રહી છે. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસે બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપી દીધું હતું.

Shah Jina