સાપને બચાવવા માટે આ વ્યક્તિએ પોતાનો જીવ પણ મૂકી દીધો જોખમમાં, જુઓ પછી થયું એવું કે… જોઈને જ રૂંવાડા ઉભા થઇ જશે

સાપને જોઈને ભલભલાના મોઢામાંથી ચીસ નીકળી જાય છે.સાપ જોઈને લોકો ભાગવા પણ લાગે છે, ત્યારે ગામડાની અંદર સાપ સામાન્ય રીતે જોવા મળતા હોય છે. ઘણીવાર સાપ નીકળતા જ લોકો સાપ પકડવા વાળાને પણ બોલાવતા હોય છે, અને તે એવી ચાલાકીથી સાપ પકડી લે છે કે તેને જોવા માટે પણ લોકોના ટોળા એકઠા થઇ જાય છે. ત્યારે હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે જેને દુનિયાનું સૌથી ખતરનાક સાપ રેસ્ક્યુ માનવામાં આવી રહ્યું છે.

ઘણી વખત તમે એવા વ્યક્તિને પણ જોયા હશે જે સાપને પકડીને તમને તેના વિશેની તમામ માહિતી આપે છે અને પછી સાપને જંગલમાં છોડી દે છે. ઘણા લોકોને સાપ સાથે એટલો લગાવ હોય છે કે તેઓ ફસાયેલા સાપને બચાવવા માટે પોતાના જીવની બાજી લગાવી દે છે. આ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ મજબૂત દોરડાની મદદથી કૂવામાં નીચે ઉતરે છે.

ત્યારે કુવાની ઉપર ઉભેલા લોકો તે વ્યક્તિને ઉપરથી જોઈ રહ્યા છે. આ વ્યક્તિ કૂવામાં ફસાયેલા સાપને બચાવવા માટે તમામ પ્રયાસો કરવા લાગે છે. કૂવામાં લાંબા સમય સુધી વ્યક્તિ અને સાપ વચ્ચે સંઘર્ષ ચાલે છે. આખરે તે વ્યક્તિ સાપને કૂવામાંથી બહાર કાઢીને તેનો જીવ બચાવવામાં સફળ થાય છે. સાપને પકડીને બેગમાં મુકવામાં આવે છે અને ત્યારબાદ સાપને તેના રહેવા યોગ્ય જગ્યાએ છોડી દેવામાં આવે છે.

આ વીડિયો જોઈને ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપતા રોકી શકતા નથી. આ વીડિયો જોઈને ઘણા લોકો વ્યક્તિના વખાણ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો અત્યાર સુધી ઘણી વખત જોવામાં આવ્યો છે. આટલું જ નહીં આ વીડિયોને લાખો લોકોએ લાઈક કર્યો છે તો હજારો લોકોએ તેના પર કોમેન્ટ પણ કરી છે.

Niraj Patel