8 વર્ષની માસુમ કરીનાના પેટમાં સાપ જેવું કઈ દેખાયું…લોકો આવે છે દૂર દૂરથી જોવા, પણ કોઈ મદદ માટે તૈયાર નથી, પિતાએ બે હાથ જોડીને કરી વિનંતી

નાની બાળકીના પેટમાં સાપ જેવી કોઈ વસ્તુ દેખાઈ રહી છે, તબિયત સતત બગડવાના લીધે પરિવાર છે પરેશાન, પિતાએ સરકાર પાસે માંગી મદદ…

નાના બાળકો ખુબ જ માસુમ હોય છે અને ઘણીવાર બાળકો કેટલીકવાર કેટલીક એવી વસ્તુઓ ખાઈ જતા હોય છે જેના કારણે પરિવારજનો પણ મુસીબતમાં મુકાઈ જતા હોય છે. ઘણીવાર આવી વસ્તુઓ તેમના માટે જીવલેણ પણ સાબિત થતી હોય છે. ત્યારે હાલ એક મામલો સામે આવ્યો છે જેમાં એક 8 વર્ષની છોકરીના પેટમાં સાપ હોવાનું ચર્ચામાં છે.

આ મામલો સામે આવ્યો છે બિહારના વૈશાલીમાંથી. જ્યાં 8 વર્ષની કરીનાને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ અલ્ટ્રાસાઉન્ડથી તપાસ કરતા તેના પેટમાં સાપ જેવું કઈ હોવાનું સામે આવ્યું હતું. જેના બાદથી તેની તબિયત સતત બગડી રહી છે. કરીનાના પિતા રાજકુમાર પાસવાનની આર્થિક સ્થિતિ પણ ખુબ જ ખરાબ છે, જેના કારણે તેઓ દીકરીની સારવાર પણ કરાવી શકાતી નથી.

કરીનાને તેના પિતા હાજીપુર, મહનાર, સમસ્તીપુર અને પટના ડોક્ટરો પાસે પણ લઈ ગયા. જ્યાં તેનો એક્સ-રે કરતા પેટમાં સાપ જેવી કોઈ વસ્તુ હોવાનું સામે આવ્યું હતું. આ વાતની જાણ આસપાસના ગામ લોકોને થતા લોકો કરીનાને જોવા માટે પણ આવી રહ્યા છે, પરંતુ તેની સારવાર કરાવવા કે તેની મદદ કરવા માટે કોઈ તૈયાર થતું નથી.

કરીના સાથે આ ઘટના ઓગસ્ટ મહિનામાં બની હતી. પરિવારજનોનું કહેવું છે કે થોડા સમય પહેલા તેને માટી ખાધી હતી અને તેના બાદ જ તેની હાલત સતત બગડી રહી છે. ત્યારે પરિવારજનોએ પણ સરકાર અને સામાજિક સંસ્થાઓને કરીનાની સારવાર કરાવવા માટે અપીલ કરી છે. કરીનાની સારવાર બાદ જ માલુમ પડી શકે છે કે તેના પેટમાં સાપ છે કે કોઈ અન્ય વસ્તુ.

Niraj Patel