ફ્લાઈટમાં ગડબડીના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. કોઈ ફ્લાઇટની એન્જિનમાંથી સ્પાર્ક નીકળે છે, કોઈનું ટાયર પંચર થઈ જાય છે, તો ક્યાંક સાપ નીકળે છે. વિમાનમાં સાપ મળવો, આ વાત વિચારની બહાર છે. પરંતુ શનિવારે આવી જ એક ઘટના સામે આવી છે જે ખૂબ જ આશ્ચર્યજનક છે. વાયરલ વીડિયો મુજબ એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્લેનમાં એક સાપ જોવા મળ્યો હતો, જેના કારણે હંગામો મચી ગયો હતો. આ સાપ વિમાનના કાર્ગો હોલ્ડમાંથી મળી આવ્યો હતો. એવિએશન રેગ્યુલેટર ડીજીસીએના એક અધિકારીએ આ માહિતી આપી અને મામલાની તપાસના આદેશ પણ આપ્યા.
જણાવવામાં આવી રહ્યું છે કે DGCAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે દુબઈ એરપોર્ટ પહોંચ્યા બાદ વિમાનના કાર્ગો હોલ્ડમાં એક સાપ જોવા મળ્યો હતો જો કે આ સમાચાર ખોટા નીકળ્યા. factcrescendo રિપોર્ટ અનુસાર, ફ્લાઈટમાં દેખાઈ રહેલા સાપનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ અત્યારનો નહીં પણ 2016 માં એરો મેક્સિકોના વિમાનમાં બનેલી ઘટનાનો છે. જોકે, તાજેતરમાં પણ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સાપ દેખાયાની ઘટના બની હતી. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.