દુકાનની બહાર આવીને બિન વગાડી રહ્યો હતો મદારી, દુકાનદારે બહાર નીકળીને કર્યું એવું કે જોઈને જ હસી હસીને બઠ્ઠા વળી જશો, જુઓ સ્ક્રિપ્ટેડ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે અને ઘણા વીડિયો એવા પણ હોય છે જેને લોકો વારંવાર જોવાનું પણ પસંદ કરતા હોય છે. ઘણા એવા વીડિયો હોય છે જે   ટ્રેન્ડિંગ પણ બની જતા હોય છે, હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને લોકો  દેશમાં ભયંકર મંદી હોવાનું જણાવી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં એક મદારીને દુકાનની બહાર પીપુડું વગાડતો બતાવવામાં આવ્યો છે. પછી જે થયું તે તમને ચોક્કસ હસાવશે. એટલું જ નહીં આ વીડિયો તમને વિચારવા માટે મજબૂર કરશે કે આ કેવી રીતે શક્ય છે. મદારીએ બિન વગાડવાની શરૂઆત કરતા જ એક માણસ દુકાનની અંદરથી નાચતો નાચતો બહાર આવ્યો.

વીડિયોમાં જોઈ શકાય છે કે દુકાનની સામે એક મદારી બિન વગાડી રહ્યો છે. થોડીક સેકન્ડો પછી, આપણે જોઈ શકીએ છીએ કે એક છોકરો દુકાનની અંદરથી નાચતો નાચતો બહાર આવ્યો. મદારી પીપુડું વગાડતો રહે છે, વ્યક્તિ નાગની જેમ નાચતો રહે છે. નાગનું અનુકરણ કરીને, માણસ અચાનક જ પીપુડું વગાડી રહેલા મદારી તરફ ફેણ મારતો હોય તેવો અભિનય કરે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

જેને જોઈને મદારી પણ ગભરાઈ જાય છે અને પછી રસ્તાની બીજી બાજુએ ભાગવા લાગે છે. ત્યાં હાજર લોકો પણ ડરના માર્યા અહીં-ત્યાં ભાગવા લાગ્યા. જો કે આ ફની વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો હસી રહ્યા છે. તો ઘણા લોકો આ વાયરલ વીડિયોને જોઈને અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ વીડિયો જોઈને તે સ્ક્રિપ્ટેડ હોવાનું લાગી રહ્યું છે, ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

Niraj Patel