VIDEO: માથાના વાળમાં છૂપાવીને વ્યક્તિ લાવ્યો લાખોની કિંમતનું સોનુ, એરપોર્ટ પર આ રીતે પકડાયો

સોનાની દાણચોરી દિવસેને દિવસે વધી રહી છે. લોકો સોનાને બહારથી પોતાના દેશમાં લાવવા અનેક પ્રકારના હથકંડા અપનાવતા હોય છે. જેને જોઈને પોલીસ પણ મોમાં આંગળા નાખી જાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે વારાણસી એકપોર્ટ પર. જ્યારે શનિવારે કસ્ટમ અધિકારીઓએ UAEથી પરત આવતા બે વ્યક્તિ પાસેથી 45 લાખનું સોનુ જપ્ત કર્યું.

જે માહિતા સામે આવી છે તે ચોંકાવનારી છે. શારજહાથી વારાણસી આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક વ્યક્તિ માથાની વિગમાં સોનું છુપાવ્યું હતું. અધિકારીઓએ આ વાતની પુસ્ટી કરી છે કે વિગની અંદરથી સોનુ મળી આવ્યું છે. સામે આવેલા વીડિયોને જોઈને દરેક વ્યક્તિ હેરાન થઈ ગયો. એરપોર્ટના અધિકારીઓ પણ મોડસ ઓપરેન્ટી જોઈને થોડીવાર માટે ચોકી ગયા.

આ ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું કે વિગમાં રાખેલી થેલીમાં 646 ગ્રામ સોનુ મળી આવ્યું છે, જેની અંદાજીત કિંમત 32.97 લાખ રૂપિયા છે. જ્યારે આજ ફ્લાઈટનાં સવાર અન્ય એક વ્યક્તિ પાસેથી પણ 238.2 ગ્રામ સોનુ મળી આવ્યું છે. જેની કિંમત 12.14 લાખ રૂપિયા છે. યાત્રી જે કાર્ટુનને લઈને જતો હતો તેને લપેટવામાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના પડમાં સોનુ સંતાડ્યું હતું.

હજૂ થોડા દિવસ પહેલા જ બે લોકોને સોનાની દાણચોરીમા મામલે પકડવામાં આવ્યા હતા. જેમાથી એકની પાસેથી સોનાની પેસ્ટ મળી આવી હતી. દિલ્હીના ઈંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શારજહાથી આવેલા બે વ્યક્તિઓ પાસેથી વિદેશમાં બનેલી સિગરેટ અને સોનાની પેસ્ટની દાણચોરી કરવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી.

કસ્ટમ્સ કમિશનરના વિભાગે જણાવ્યું કે, ગયા ગુરુવારે યુએઈથી ભારત આવેલા બે યાત્રીઓને રોકવામાં આવ્યા હતા. જે દરમિયાન તેમની પાસેથી ફોરેનની 636 સિગરેટ મળી આવી હતી જેની કિંમત 954000 રૂપિયા બતાવવામાં આવી છે. આ ઉપરાંત આરોપીઓની પાસેથી 268 રૂપિયાના સોનાની પેસ્ટ પણ મળી આવી છે. જેની કિંમત 12,20,090 રૂપિયા હોવાની વાત સામે આવી છે.

YC