દુનિયાભરમાંથી કેટલાય પ્રકારના સાપ જોવા મળે છે, જેના રંગ અને રૂપ જોઈને આપણને પણ તેમને પણ સ્પર્શવાનું મન થાય છે, પરંતુ આપણે એ વાત પણ જાણીએ છીએ કે સાપ એક ઝેરી પ્રાણી છે અને તે જો ડંખ મારે તો પણ માણસનું મૃત્યુ થઇ જતું હોય છે, જેના કારણે સાપથી મોટાભાગના લોકો ડરતા હોય છે.

પરંતુ શું તમે ક્યારેય કોઈ અજગર સ્માઈલી વાળો જોયો છે ? જેના શરીર ઉપર સ્માઈલી હોય ? આ અજગરની કિંમત પણ તમને હેરાન કરી દેનારી છે. એક વ્યક્તિએ સ્માઈલી વાળા અજગરને ચાર લાખ રૂપિયામાં વેચ્યો છે.

પરંતુ તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે અજગર ઉપર આ સ્માઈલી કુદરતી રીતે નથી બની પરંતુ આકસ્મિક રીતે બની ગઈ છે. એક વ્યક્તિએ ખોટી રીતે અજગરનું એવું બ્રીડીંગ કરાવ્યું કે ઇંડામાંથી જે અજગર બહાર નીકળ્યો તેના શરીર ઉપર સ્માઈલી ફેસ હતા.આ અજગર ઉપર ત્રણ સ્માઈલી ફેસ બનેલા હતા. આ અજગર હવે ત્રણ ત્રણ વાર હસે છે તેના શરીર ઉપરની સ્માઇલીના કારણે.

અમેરિકાના જ્યોર્જિયામાં રહેવા વાળા સ્નેક બ્રીડર જસ્ટિન કોબિલ્કાએ આ સાપને પેદા કર્યો છે. જસ્ટીને ભૂલથી લેવેન્ડર અલ્બીનો પાઈબાલ્ડ બોલ પાઈથાનનો જન્મ કરાવ્યો. જસ્ટિન છેલ્લા 19 વર્ષથી અજગરનું બ્રીડીંગ કરાવે છે.
જસ્ટિન ઈચ્છતો હતો કે જે અજગર પેદા થાય તે સોનેરી અને પીળા રંગનો હોય. પરંતુ જયારે અજગર પેદા થયો ત્યારે તેની સ્કિન ઉપર પીળા રંગના ત્રણ સ્માઈલી ઈમોજી બનેલા હતા. જસ્ટીને જણાવ્યું કે એક એસેસિવ મ્યુટેશનના કારણે અજગરની ત્વચા ઉપર આ પેટર્ન જોવા મળી છે.

મીડિયા સાથે વાત કરવા દરમિયાન જસ્ટીને જણાવ્યું હતું કે 20માંથી કોઈ એક જીવમાં સ્માઈલી ફેસ જોવા મળે છે. પરંતુ તેના 19 વર્ષોના સાપોના બ્રીડીંગ કરાવવાના કેરિયરમાં પહેલાવાર એવું જોવા મળ્યું છે કે કોઈ સાપની ત્વચા ઉપર ત્રણ સ્માઈલી ફેસ હોય. જસ્ટીને આ અજગરને 6000 ડોલર્સ એટલે કે 4.37 લાખ રૂપિયામાં વેચી દીધો છે.