ગાયને કેમ માતા કહેવાય છે તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આ વીડિયોમાં જોવા મળ્યું, નાની બાળકી અને ગાય વચ્ચેના સંબંધે જીતી લીધું સોશિયલ મીડિયા યુઝર્સનું દિલ

આપણે ત્યાં એમ કહેવાય છે કે પહેલી રોટલી ગાયની, કારણ કે ગાયને આપણે માતાનો દરજ્જો આપ્યો છે અને સાથે જ એવું પણ કહેવામાં આવે છે કે ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ રહેલો હોય છે. જેના કારણે આપણા દેશમાં ગાય ખુબ જ પૂજનીય છે, ઘણા ઘરની અંદર ગાયને પરિવારના સદસ્યની જેમ જ રાખવામાં આવે છે.

આપણે ઘણીવાર જોયું હશે કે આપણા ઘરની બહાર ગાય આવે ત્યારે આપણે તેને રોટલી ખવડાવતા હોઈએ છીએ, સોશિયલ મીડિયામાં પણ આવા ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ હાલ વાયરલ થઇ રહેલો એક વીડિયો લોકોનું દિલ જીતી રહ્યો છે, જેમાં એક ગાય અને એક નાની બાળકી વચ્ચે એકદમ ક્યૂટ બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાની બાળકી ઘરની બહાર ઉભેલી ગાયને રોટલી આપવા આવી છે. ત્યાં બાળકી સૌથી પહેલા ગાયને રોટલી આપે છે, ત્યારબાદ તે તેના કપાળ પર ચુંબન કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. તો બીજી તરફ ગાય પણ બાળકી પ્રત્યે પ્રેમ દર્શાવે છે. વીડિયો એટલો અદભૂત છે કે તમારું દિલ જીતી લેશે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by 🌈Rainbow (@rainbowindia7)

ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકોએ આ વીડિયો જોયો છે. આ વીડિયોને લાખો લોકોએ લાઈક પણ કર્યો છે. અને  મોટી સંખ્યામાં લોકો કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ પણ વ્યક્ત કર્યો છે. ઘણા લોકો આ વીડિયોને શેર પણ કરી રહ્યા છે. ગાય અને આ નાની બાળકીનો સંબંધ સોશિયલ મીડિયા યુઝર્સનું દિલ જીતી રહ્યો છે.

Niraj Patel