પાકિસ્તાનની હારથી તૂટી ગયું આ નાના બાળકનું દિલ, ટીવીની સામે એવું રડ્યો રડ્યો કે તેના ઘરવાળા પણ…..

ગઈકાલે ICC ટી-20 વર્લ્ડ કંપમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમી ફાઇનલ મેચમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે મેચ જીતી લીધી અને પાકિસ્તાનને વર્લ્ડ કપની રેસમાંથી બહાર કરી દીધું. હવે ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થવાનો છે. પાકિસ્તાનની હાર સાથે જ પાકિસ્તાનના લોકોમાં દુઃખનો માહોલ ફરી વાળ્યો હતો.

પાકિસ્તાની ચાહકોમાં જે દુઃખ થયું છે તેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે, જેમાંથી એક વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક નાનું બાળક પાકિસ્તાનની હાર બાદ ખુબ જ નિરાશ થયેલું જોવા મળી રહ્યું છે અને રડી રડીને તેની હાલત પણ ખરાબ થતી જોવા મળી રહી છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક બાળક જે પાકિસ્તાની ટીમનો ચાહક છે અને તેને પાકિસ્તાની ટીમની જર્સી પણ પહેરી છે. બાળક જેવું જ જુએ છે કે તેની ગમતી ટિમ પાકિસ્તાન હારી ચુકી છે તે જોર જોરથી રડવા લાગે છે અને ટીવીની સામે જ ઉછળી ઉછળીને પોતાનું દુઃખ પણ વ્યક્ત કરી રહ્યો છે.


બાળકની જર્સી ઉપર તેનું નામ સોહેલ લખેલું છે. આ દરમિયાન બાળકને તેના ઘરવાળા પણ કાબુમાં કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ તે કોઈનું સાંભળતો નથી અને સતત રડ્યા જ કરે છે. સોશિયલ મીડિયામાં બાળકનું આ દુઃખ ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. ઘણા લોકો કોમેન્ટ કરી અને બાળકને સાંત્વના પણ આપી રહ્યા છે.

Niraj Patel