સ્કેટિંગ બોર્ડ ઉપર ચઢી તો ગઈ આ છોકરી પરંતુ અડધા રસ્તે જઈને એવી ધડામ દઈને પડી કે….જુઓ વીડિયો

સોશિયલ મીડિયા ફની વીડિયોથી ભરેલું પડ્યું છે, આજે મોટાભાગના લોકો સ્માર્ટફોન વાપરે છે અને પોતાની આજુબાજુ થતી કોઈપણ ઘટનાને તરત કેમેરામાં કેદ કરી લે છે અને પછી તેના વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી દેતા હોય છે અને થોડી જ ક્ષણોમાં આ વીડિયો વાયરલ થઈ જાય છે, ત્યારે હાલમાં એક સ્કેટિંગ કરતી યુવતીનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા સ્કેટબોર્ડિંગ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેની બાજુમાં જ સંકેત બોર્ડ પડેલું છે. તેના પર ચાલવા જવા માટે તે ખુશીથી સ્કેટબોર્ડ પર સવારી કરે છે. અને રોડ ઉપર સ્કેટિંગ કરવા લાગે છે, પરંતુ બીજી ક્ષણે તેની સાથે શું થવાનું છે તેની પણ તેને કલ્પના નહોતી અને તેની સાથે જે બન્યું તે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ ગયું.

થોડે દૂર ગયા બાદ મહિલા રોડ પર ધડામ દઈને પડી હતી. સ્વાભાવિક છે કે મહિલાને નાની-મોટી ઈજાઓ પણ થઈ હશે. મહિલાનો આ શોખ તેને શોક આપી ગયો. આ વીડિયો જોઈને લોકો પણ મહિલાની મજાક ઉડાવી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે પાપાની પ્રિ સ્કેટિંગમાંથી પડી ગઈ. કેટલાય યુઝર્સ હસતા ઇમોજીસ મોકલતા જોઈ શકાય છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવેલો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને લાખો લોકોએ જોઈ લીધો છે, તેમજ 7 લાખ 83 હજાર કરતા પણ વધારે લોકોએ લાઈક કર્યો છે, વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે યુવતી જયારે પડે છે ત્યારે તેના કપડાં પણ ઊંચા થઇ જાય છે.

Niraj Patel