ગીર સોમનાથમાં બહેન  પ્રેમી સાથે અંગત પળો માણતી હતી, અચાનક જ ભાઈ જોઈ ગયો ને કાંડ કરી નાખ્યો

Girl Killed by Brother in Veraval: ગુજરાતમાંથી ઘણીવાર પ્રેમ સંબંધમાં હત્યાના કિસ્સા સામે આવે છે. કેટલીકવાર આવા કિસ્સામાં અંદરના લોકો જ સામેલ હોય છે. ત્યારે ગીર સોમનાથના વેરાવળના મેઘરપર ગામમાંથી હાલમાં એક હત્યાનો કિસ્સો સામે આવતા ચકચારી મચી ગઇ. 15 વર્ષની બહેનની તેના ભાઈ અને પાલક માતાએ જ હત્યા કરી દીધી. ત્યારે હત્યાનો મામલો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી મૃતક સલમા કટિયારના ભાઈ સિકંદર અને તેની પાલક માતા ઝરીનાની ધરપકડ કરી હતી.

અફેરને કારણે ભાઇએ બહેનની કરી હત્યા

પોલીસને ઝરીનાના ઘરની બહાર સલમાનો મૃતદેહ મળ્યો હતો. આ કેસની તપાસમાં સામે આવ્યુ કે સલમાનું ઈસ્માઈલ ઉર્ફે ભાભલા નામના વ્યક્તિ સાથે અફેર હોવાથી તેના ભાઇ સિકંદરે પાલક માતા ઝરીના સાથે મળી તેની હત્યા કરી દીધી. આ કેસ સંબંધિત સિકંદરની પૂછપરછ કરવામાં આવી તો તે ભાંગી પડ્યો અને તેણે પોતાની બહેનની હત્યા કર્યાની કબૂલાત કરી.

લાકડી અને પટ્ટા વડે માર માર્યો 

તેણે જણાવ્યું કે જ્યારે તે રવિવારે ઘરે પહોંચ્યો ત્યારે તેણે સલમાને તેના પ્રેમી સાથે અંગત પળો માણતા જોઈ અને આ સમયે તે ઉશ્કેરાઇ ગયો અને તેણે ઈસ્માઈલને માર માર્યો. જો કે, આ દરમિયાન તે તેના ઘરેથી ભાગી જવામાં સફળ રહ્યો. જે બાદ સિકંદરે આ વાતની જાણ ઝરીનાને કરી અને પછી સિકંદરે સલમાને લાકડી અને પટ્ટા વડે માર માર્યો અને તેનું માથું દિવાલના થાંભલા સાથે અથડાવ્યું, જેને કારણે સલમાનું મોત થયુ.

સલમાનું મોત થતાં ઝરીના અને સિકંદર લાશને ઘરના આંગણામાં મૂકીને ભાગી ગયા. ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી. પોલિસને હત્યાની ઘટનાની જાણ થતા તેઓ પહોંચ્યા અને કાર્યવાહી કરી. પોલીસના જણાવ્યા અનુસાર, ઝરીના સિકંદર અને સલમાના પિતાની બહેન હતી અને લગભગ ચારેક વર્ષ પહેલા સલમાના માતા-પિતાના નિધન બાદ તેણે ભાઈ-બહેનનો ઉછેર કર્યો.

Shah Jina