BREAKING : બોલીવુડના સૌથી ફેમસ સિંગરનું નાની ઉંમરે થયું નિધન, આખું બૉલીવુડ શોકમાં ગરકાવ

ગઈકાલે રાત્રે કોલકાતામાં એક કોન્સર્ટ દરમિયાન બોલીવુડના દિગ્ગજ સિંગર કેકેનું નિધન થયું છે. એક શો દરમિયાન અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેમને તાત્કાલિક સીએમઆરઆઈ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા પછી ત્યાં તબીબોએ દ્વારા તેમણે મૃત જાહેર કારવમાં આવ્યા.

કેકેના નિધન પર PM નરેન્દ્ર મોદી સહિત અનેક હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. મળતી માહિતી મુજબ કેકેનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે. પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. દિગ્ગજ સિંગરના નિધન પછી PM મોદીએ પણ શોક વ્યક્ત કર્યો, ટ્વીટ કરી કહ્યું તેમના ગીતો દરેક વય જૂથના લોકો સાથે જોડાયેલી લાગણીઓને પ્રતિબિંબિત કરે છે. કારણ કે તમામ વય જૂથોના લોકો સાથે તાલ મેળવે છે.

અમે તેમને તેમના ગીતો દ્વારા હંમેશા યાદ રાખીશું. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સિંગર 2 દિવસના કોન્સર્ટ માટે કોલકાતા આવ્યા હતા. સોમવારે તેમણે કોન્સર્ટ પણ કર્યો હતો. તે પ્રોગ્રામ કોલકાતાના વિવેકાનંદ કોલેજમાં કર્યો હતો. પરંતુ બીજા દિવસે કોન્સર્ટ બાદ આ દૂખદ ઘટના બની હતી. તમને જણાવી દઈએ કે કે.કે.નું પૂરું નામ કૃષ્ણ કુમાર કુન્નાથ છે. કેકે 53 વર્ષના હતા.

તેઓએ હિન્દીમાં 200 થી વધુ ગીતો ગાયા છે. હમ દિલ દે ચૂકે સનમ જેવી ફિલ્મોમાં પણ ગીતો ગાયા હતા. કેકેના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર છે. ઘણી મોટી મોટી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. આ દિગ્ગજ સિંગરે બોલીવુડના ખૂબ જ લોકપ્રિય સિંગર હતા તે ઉપરાંત તેમણે અનેક ભાષાઓમાં ગીત ગાયા હતા.

તેઓ મધુર અવાજથી કરોડો ચાહકોમાં ભારે લોકપ્રિયતા ધરાવતા હતા. 90ના દાયકાના ‘યારો’ ગીતોથી સફળતાના શિખર તરફ આગળ વધવાની શરૂઆત કરી હતી અને રોમાન્ટીકથી લઈ પાર્ટી સોંગ સુધી તેમના સ્વરનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. જોકે હવે બોલીવૂડમાં શોકની લહેર છે.

YC