લોકગાયિકા અલ્પા પટેલ પણ પરિવાર સાથે પહોંચ્યા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાત લેવા, તસવીરો અને વીડિયોમાં બતાવી ઝાંખી, જુઓ
અમદાવાદમાં ચાલી રહેલો પ્રેમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આખી દુનિયા માટે હાલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. ત્યારે આ મહોત્સવમાં ઘણા બધા લોકો પણ આવી રહ્યા છે, ત્યારે ગુજરાતના અને અમદાવાદના જ આંગણે આ મહોત્સવ યોજાતો હોય ત્યારે ગુજરાતી કલાકારો કેવી રીતે પાછળ રહી શકે ?
આ મહોત્સવમાં મોટા મોટા કલાકારોએ પણ હાજરી આપી છે અને તેઓ પણ આ મહોત્સવ જોઈને અભિભૂત પણ થઇ ગયા હતા. ત્યારે ગુજરાતની લોકપ્રિય ગાયિકા અલ્પાબેન પટેલે પણ તેમના પતિ સાથે આ ભવ્ય મહોત્સવની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમને ઘણી બધી તસવીરો પણ ક્લિક કરાવી હતી.
આ તમામ તસ્વીરોને અલ્પાબેને તેમના સોશિયલ મીડિયામાં શેર કરી છે, જેમાં અલ્પાબેન અને તેમના ભરથાર સાથે આ ના ભૂતો ના ભવિષ્ય એવા મહોત્સવની મુલાકાત લેતા અને આ રમણીય સ્થળનો આનંદ માણતા પણ જોવા મળી રહ્યા છે. આ તસવીરો શેર કરવાની સાથે અલ્પાબેને એક સુંદર કેપશન પણ લખ્યું છે, જેમાં તેમને પોતાનો અનુભવ વ્યક્ત કર્યો છે.
અલ્પાબેને લખ્યું છે, “પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની યાત્રા ચારધામની જાત્રા જેવી રહી. ખુબ સારા વિચારો હ્રદય સુધી પહોચ્યા છે એની ખુશી છે એથી વિશેષ મહંત સ્વામી બાપાના દર્શનનો લ્હાવો મળ્યો. હરી ભકતોએ ખુબ મહેનત કરી છે પોતાના તન મન ધનથી સેવા કરી રહ્યા છે.”
તેઓ આગળ લખે છે કે, “બાળ નગરીની વાત જ અનોખી છે હું તમામ બાળકોના માતા-પિતાને ધન્યવાદ આપુ છું જેમણે બાળકોને અહીં સુધી પહોચાડ્યા છે.. બાળકોનો અભિનય એમના પોષાક જોઈને જ હું વિચારોમાં પડી ગઈ અદભુત ! અદભુત ! બાપાની વાંસ માથી બનાવેલી મૂર્તી જોઈએ તો એમ લાગે બાપા હમણા જ બોલશે.”
અલ્પાબેને એમ પણ કહ્યું કે, “ભજનથી ભોજન સુધીની વ્યવસ્થા અને સ્વછતા પણ એટલી. શબ્દોથી તો હું કહીશ તો બહું ઓછુ લાગશે પણ એટલુ કહીશ જીવન ધન્ય થઈ ગયું બાપાના પવિત્ર વિચારો આપણા જીવનમાં ઉતારીએ અને સારું જીવન જીવીએ અને આ ઉત્સવનો લ્હાવો આપ બધા અચૂકથી લેજો.”
પોતાની મુલાકાત વિશે તેમને લખ્યું કે, “મને અને મારા પરીવારને આ દર્શનનો લ્હાવો મળ્યો એના માટે હું મારા ભાઇ વિપુલભાઈ(વીરપુર)નો ખુબ ખુબ આભાર વ્યકત કરું છું. બાપાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. સૌ હરીભક્તોને મારા જય શ્રીસ્વામીનારાયણ.” આ ઉપરાંત અલ્પાબેને એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં મહોત્સવની ઝાંખી જોવા મળી રહી છે.
View this post on Instagram
અલ્પાબેન દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો અદભુત નજારો પણ જોવા મળી રહ્યો છે. જેમાં આ મહોત્સવમાં ચાલી રહેલી અલગ અલગ પ્રવૃતિઓ અને બીજું ઘણું બધું પણ જોવા મળે છે. આ વીડિયો પણ હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.