ભારતીય ક્રિકેટમાં ઘણા એવા ખેલાડી છે જેમણે દેશને અનેક યાદગાર પળ અપાવ્યા છે પરંતુ આજે તે લોકો ચર્ચાઓથી દૂર છે. તે ખેલાડીઓએ તેમના સમયમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને ભારતનું નામ દુનિયાભરમાં રોશન કરેલું છે. તેવા જ એક ક્રિકેટર હતા ઉન્મુક્ત ચાંદ. ઉન્મુક્તની કપ્તાનીમાં ભારતે 2012માં અંડર 19 વર્લ્ડકપ જીત્યો હતો. હવે તે ભારતથી દૂર અમેરિકામાં રહે છે અને ત્યાં જ ક્રિકેટ રમે છે.
ટીમ ઇન્ડિયાને પોતાની કપ્તાનીમાં અંડર-19 વિશ્વ કપ જીતાડનાર વિસ્ફોટક બેટ્સમેન ઉન્મુક્ત ચાંદ ફિટનેસ અને ન્યુટ્રીશન કોચ સિમરન ખોસલાની સાથે લગ્ન કર્યા હતા. ઉન્મુક્ત હાલ અમેરિકા રહે છે અને લાંબા સમયથી તે સિમરનની સાથે રિલેશનમાં હતા. બંને કપલે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા હતા જેમાં તેના નજીકના મિત્રો અને સબંધીઓ જ શામેલ હતા.
સિમરન ખોસલા ખુબ જ ફિટનેસ ફ્રીક છે. તે ના ખાલી સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે પરંતુ બીજાને પણ ફિટ રાખે છે. સિમરન એકદમ ધાકડ લાગે છે. લોકો તેની ફિટનેસ અને લાઇફસ્ટાઇલના ફેન છે. સિમરન ખોસલા વ્યવસાયે ફિટનેસ અને ન્યૂટ્રિશિયન કોચ છે. સિમરન ખોસલા ‘Buttlikeanapricot’ નામની કંપનીની માલકીન અને ફાઉન્ડર છે.
સિમરન ખોસલા રેગ્યુલર એક્સરસાઇઝથી પોતાની જાતને ફિટ રાખે છે. સિમરન લાઇફસ્ટાઇલ કોચ પણ છે. તેના સિવાય સિમરન મેરેથોનમાં પણ ભાગ લઇ ચુકી છે. 2019માં સિમરને ઇન્ટરનેશનલ એવોર્ડ પણ મળી ચુક્યો છે. સિમરન ઘણી વખત સોશિયલ મીડિયા પર તેના વર્કઆઉટની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
સિમરન ખોસલા જબરદસ્ત ડાન્સર પણ છે. તેણે સોશિયલ મીડિયા પર ઘણા ગીત પર ડાન્સ કરતા વીડિયો પણ બનાવેલા છે. સિમરન ખોસલાનો જન્મ 9 સપ્ટેમ્બર 1993ના રોજ થયો હતો. સિમરન ખોસલા તેના વર્કઆઉટ પર પૂરું ધ્યાન આપતી હોય છે. સિમરન રેગ્યુલર એક્સરસાઇઝ કરીને ખુદને ફિટ રાખે છે.
ઉન્મુક્ત ચાંદે આ મહિને જ ઓસ્ટ્રેલિયાના બિગ બૈશ લીગમાં રમવાનું નક્કી કર્યું હતું. ઉન્મુકતને આ લીગના ટીમ મેલબર્ન રેનેગેડ્સે સાઈન કર્યો હતો. તે બિગ બૈશ લીગ રમવા વાળા પહેલા ભારતીય ક્રિકેટર હશે. ઉન્મુક્ત ચાંદ હાલ અમેરિકાની ક્રિકેટ લીગમાં ટીમ સિલિકોન વૈલી સ્ટાઇકર્સની સાથે રમી રહ્યા છે.
View this post on Instagram