મનોરંજન

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની લવ સ્ટોરીનો થયો ખરાબ અંત ? સામે આવી વિગત

હાલમાં બોલિવુડના ગલિયારામાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના બ્રેકઅપના સમાચાર ચર્ચાનો વિષય છે. બોલિવૂડમાં એવા ઘણા કપલ છે, જેમને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા અને તેમના બ્રેકઅપના સમાચારે ચાહકોનું દિલ તોડી નાખ્યું હતું. આ જ કપલની યાદીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ સામેલ થઇ ગયા છે, હવે બંને વચ્ચેના બ્રેકઅપના સમાચારે ચાહકોને નિરાશ કર્યા છે. આ જોડી રીલની સાથે સાથે રિયલ લાઈફમાં પણ ઘણી પસંદ કરવામાં આવે છે.

હાલમાં, તેમના બ્રેકઅપના સમાચારમાં કેટલું સત્ય છે તે અંગે સસ્પેન્સ યથાવત છે અને આ દરમિયાન તેમના સંબંધો વિશે એક મોટી અપડેટ સામે આવી રહી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ફિલ્મ શેરશાહમાં સાથે જોવા મળ્યા હતા અને ઓનસ્ક્રીન જોડીને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ પછી બંનેને ઘણી વખત સાથે જોવામાં આવ્યા હતા અને અટકળોનું બજાર ગરમાયું હતું કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. રિયલ લાઈફમાં પણ ફેન્સ આ કપલને ખૂબ પસંદ કરે છે.

જો કે બંને દ્વારા તેમના સંબંધો વિશે ક્યારેય કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ દરમિયાન સમાચાર આવ્યા કે આ કપલના સંબંધોમાં અંતર આવી ગયું છે અને બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. જ્યારથી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ વચ્ચે બ્રેકઅપના સમાચાર આવ્યા છે ત્યારથી ચાહકો તેમના સંબંધો પાછળનું સત્ય જાણવા આતુર છે. જો રિપોર્ટનું માનીએ તો બંને વચ્ચે પ્રેમ બંધાઈ ગયો હતો અને પરસ્પર સહમતિથી તેમનું બ્રેકઅપ થયું હતું.

તેઓ ભલે કપલ તરીકે અલગ થઈ ગયા હોય, પરંતુ તેઓ હંમેશા એકબીજાના સારા મિત્રો રહેશે અને તેમના વ્યાવસાયિક જીવનમાં સાથે કામ કરવાનું ચાલુ રાખશે.બોલિવૂડ લાઈફે તેના અહેવાલમાં સૂત્રોને ટાંકીને આંતરિક વિગતો આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સિદ્ધાર્થ અને કિયારાએ પરસ્પર સહમતિથી બ્રેકઅપનો નિર્ણય લીધો હતો. તેમનું બ્રેકઅપ ખરાબ નોંધ પર થયું નથી. તેમનો પ્રેમ સમાપ્ત થઈ ગયો છે પરંતુ તેઓ હંમેશા મિત્રો રહેશે. ભવિષ્યમાં તેઓ સાથે પણ કામ કરશે કારણ કે તેઓ બંને એકબીજાનો આદર કરે છે. સિદ્ધાર્થ અને કિયારા એકબીજાના કામને ખૂબ માન આપે છે.

ઘણી વખત તેઓએ એમ પણ કહ્યું છે કે તેઓ એકબીજાના કામને કેટલો પ્રેમ કરે છે. આ જ કારણ છે કે સિદ્ધાર્થ કિયારા અડવાણીની આગામી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ની રાહ જોઈ રહ્યો છે. ત્યાં અભિનેત્રી સિદ્ધાર્થની વેબ સિરીઝ ઇન્ડિયન પોલીસ ફોર્સની… સિદ્ધાર્થ અને કિયારાની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ચાહકોની પસંદ છે. તેમની ફિલ્મ શેહશાહ સુપરહિટ રહી હતી. બંનેએ ક્યારેય તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી. અને હવે બ્રેકઅપને લઈને પણ સસ્પેન્સ યથાવત છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં કિયારા અડવાણી કાર્તિક આર્યન સાથેની તેની આગામી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ને લઈને ચર્ચામાં છે. તો ત્યાં સિદ્ધાર્થ મલ્હોત્રાની વેબ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સને લઇને ચર્ચામાં છે. આ સિરીઝ એક્શનથી ભરપૂર હશે, કારણ કે તેની કમાન ડિરેક્ટર રોહિત શેટ્ટીના હાથમાં છે, જે એક્શનનો ડબલ ડોઝ આપે છે.