સિદ્ધાર્થ શુકલાના ઘરે અને હોસ્પિટલની બહાર બૉલીવુડ સેલેબ્સનો લાગ્યો જમાવડો, લોકોની ઉમટી પડી ભીડ, જુઓ તસવીરો

આજે ઈન્ડસ્ટ્રીમાંથી ખુબ જ દુઃખદ ખબર આવી છે. આજે ટીવી ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ અભિનેતા અને રિયાલિટી શો બિગબોસના વિજેતા સિદ્ધાર્થ શુકલાનું 40 વર્ષનું યુવાન ઉંમરમાં જ હાર્ટ એટેકના કારણે નિધન થયું હોવાનું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે, સિદ્ધાર્થ શુકલાનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે ત્યારે આ દરમિયાન તેના ઘર અને હોસ્પિટલની બહાર સેલેબ્સ અને તેના ચાહકોનો મેળાવળો જામ્યો છે.

સિદ્ધાર્થના નિધનના કારણે બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું છે. સોશિયલ મીડિયા ઉપર ચાહકો તેને શ્રદ્ધાંજલિ આપવા લાગી ગયા છે. તો હોસ્પિટલની બહાર પણ લોકોના ટોળા જામ્યા છે. ઇન્ડસ્ટ્રીના પણ કેટલાક લોકો તેના ઘરે અને હોસ્પિટલમાં પહોંચ્યા છે. હોસ્પિટલમાં સૌ પહેલા રાહુલ મહાજન આવ્યો હતો.

સિદ્ધાર્થ શુક્લાનું રાત્રે દવા લીધા બાદ અવસાન થયું હોવાની ચર્ચા થઈ રહી છે, આથી જ ઓશીવારા પોલીસ સ્ટેશનની ટીમ સિદ્ધાર્થના અપાર્ટમેન્ટ કેવીએરા 2માં આવી છે. અહીં સિદ્ધાર્થના ઘરની તથા બેડરૂમની તપાસ કરી રહી છે.

ટીવી અભિનેતા અને સિદ્ધાર્થના મિત્ર એવા આસીમ રિયાજ પણ કૂપર હોસ્પિટલ પહોંચ્યો હતો. આસીમ રિયાજ પણ બિગબોસ 13નો પ્રતિસ્પર્ધી રહી ચુક્યો છે. બિગ બોસ 13 બાદથી જ આસીમ અને સિદ્ધાર્થ ખુબ જ સારા મિત્રો બની ગયા હતા. તેમને ઘણી જગ્યાએ સાથે સ્પોટ પણ કરવામાં આવ્યા હતા.

સિદ્ધાર્થ શુકલાના બહુ જ સારા મિત્ર રહી ચૂકેલા અને બિગ બોસમાં ભાગ લઇ ચૂકેલા હિન્દુસ્તાની ભાઉ પણ મુંબઈના કૂપર હોસ્પિટલમાં પહોંચાય હતા. આજ હોસ્પિટલમાં સિદ્ધાર્થનું નિધન થયું હતું.

સિદ્ધાર્થ શુકલાના ઘરે આરતી સિંહ અને સેફલી પણ પહોંચાય હતા. આ દરમિયાન બનેંના ચહેરા ઉપર ઉદાસી પણ જોવા મળી રહી હતી. બંનેની ગાડી પણ એકસાથે જ પહોંચી હતી.

સિદ્ધાર્થ શુકલાનો સૌથી નજીકનો મિત્ર વિકાસ ગુપ્તા સૌથી પહેલા સિદ્ધાર્થના ઘરે પહોંચવા વાળા સિતારોમાંથી એક હતા. તેમને પણ ગાડીથી ઉતરતા સ્પોટ કરવામાં આવ્યા હતા.

ફિલ્મ મેકર અશોક પંડિત પણ કૂપર હોસ્પિટલ પહોંચ્યા હતા. તે અહિયાંથી સિદ્ધાર્થના પાર્થિવ શરીરના દર્શન કરશે. તે હોસ્પિટલના ગેટની બહાર સ્પોટ થયા હતા.

Niraj Patel