અભિનેતા સિદ્ધાર્થ શુકલાના અચાનક નિધનથી ખરાબ થઇ ગઈ શહેનાઝ ગીલની હાલત, ધ્રુસકે ધ્રુસકે રડી રહી છે અને… તેના પિતાએ જણાવ્યા તેના હાલ

હે ભગવાન…સિદ્ધાર્થ શુકલાના મોતની ખબર સાંભળીને આવી થઇ શહેનાઝ ગીલની હાલત, પિતાએ જે કહ્યું એ જાણીને દુઃખી દુઃખી થઇ જશો

ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આજનો દિવસ ખુબ જ દુઃખદ છે. પ્રતિભાશાળી અને ટેલેન્ટડ અભિનેતા અને બિગ બોસના વિજેતા એવા સિદ્ધાર્થ શુકલાનું આજે અણધાર્યું નિધન થઇ ગયું. માત્ર 40 વર્ષની ઉમંરમાં જ સિદ્ધાર્થ આ દુનિયાને હંમેશા માટે છોડીને ચાલ્યો ગયો. હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા અનુસાર સિદ્ધાર્થની મોત હાર્ટ એટેકના કારણે થઇ છે. જેના બાદ તેના મિત્રો અને પરિચિતો ઉપરાંત તેના ચાહકો ઉપર પણ દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે.

તો બીજી તરફ સિદ્ધાર્થના અકાળે નિધન થવાના કારણે શહેનાઝ ગીલની હાલત પણ ખુબ જ ખરાબ છે. આ ખબરે તેને સાવ તોડીને રાખી દીધી છે. શહનાઝના પિતા સંતોખ સિંહ સુખ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમની દીકરીની હાલત સારી નથી.

એક મીડિયા સાથે વાતચીત દરમિયાન સંતોખ સિંહે જણાવ્યું કે, :આ ખબર સાંભળ્યા બાદ તેમની દીકરીની હાલત ઠીક નથી. શહેનાઝને સાચવવા માટે તેનો ભાઈ શાહબાઝ મુંબઈ માટે રવાના થઇ ગયો છે. શહેનાઝના પિતાએ જણાવ્યું કે, “મેં તેની સાથે વાત કરી, તે બિલકુલ ઠીક નથી, હાલ મારો દીકરો મુંબઈ ગયો છે, બાદમાં હું પણ જઈશ.”

તેમને આગળ જણાવ્યું કે આ વાતનો વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે સિદ્ધાર્થ શુકલા હવે દુનિયામાં નથી રહ્યો, તેમને જણાવ્યું કે “હું અત્યારે વાત કરવાની હાલતમાં નથી, જે કંઈપણ થયું છે તેના ઉપર મને વિશ્વાસ નથી આવી રહ્યો.”

મીડિયા રિપોર્ટનું માનીએ તો શહેનાઝને જ્યારે સિદ્ધાર્થ વિશેની ખબર પડી ત્યારે તે શૂટિંગ કરી રહી હતી. ખબર સાંભળતા જ તેને શૂટિંગ છોડી દીધું. સિદ્ધાર્થ અને શહેનાઝ એકબીજાના ખુબ જ નજીક હતા. બંને બિગ બોસ 13માં એક સાથે જોવા મળ્યા હતા. શહેનાઝ સિદ્ધાર્થ સાથે વાત કર્યા વગર પણ નહોતી રહી શકતી.

આ બંનેની જોડીને પણ ખુબ જ પસંદ કરવામાં આવતી હતી. ચાહકો બંનેને પ્રેમથી “સીડનાઝ” કહીને બોલાવતા હતા. પરંતુ હવે સિદ્ધાર્થ એવી જગ્યાએ ચાલ્યો ગયો છે,  જ્યાંથી તેને દુનિયાની કોઈ શક્તિ પાછો નહિ લાવી શકે.

Niraj Patel