સિદ્ધાર્થ શુકલાએ છેલ્લીવાર ફોન ઉપર આ વ્યક્તિ સાથે કરી હતી વાત, અભિનેતાએ પોસ્ટ કરીને જણાવ્યું કે…

બૉલીવુડ અભિનેતા સિદ્ધાર્થ શુકલાનું 40 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. મુંબઈની કૂપર હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. રાત્રે સુતા પહેલા સિદ્ધાર્થે કેટલીક દવાઓ લીધી હતી. જેના બાદ તે સવારે ઉઠ્યો જ નહિ. સિદ્ધાર્થે તેના નિધન પહેલા એક વ્યક્તિ સાથે વાત કરી હતી જેને આ બાબતે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.

ધારાવાહિક “એ રિશ્તા ક્યાં કહેલાતા હે”માં કામ કરી ચૂકેલા અભિનેતા કરણ કુન્દ્રાએ જણાવ્યું છે કે એક રાત પહેલા જ તેમની સિદ્ધાર્થ શુકલા સાથે ફોન ઉપર વાત થઇ હતી. કરણ કુંદ્રાએ સિદ્ધાર્થની એક તસ્વીર શેર કરી છે અને સાથે ખુબ જ ભાવુક પોસ્ટ પણ લખી છે.

કરણે લખ્યું છે કે, “શોકિંગ, કાલે રાત્રે જ અમે બંને ફોન ઉપર વાતો કરી રહ્યા હતા. અમે બંને જ ઇન્ડસ્ટ્રીમાં કેટલું સારું કરી રહ્યા હતા, તેના ઉપર જ વાત થઇ રહી હતી. વિશ્વાસ નથી આવી રહ્યો. મિત્ર તું બહુ જ જલ્દી ચાલ્યો ગયો. તું મને હંમેશા યાદ આવીશ. હંમેશા હસતો રહેજે. બનહું જ દુઃખી છું.”

 

View this post on Instagram

 

A post shared by Karan Kundrra (@kkundrra)

તમને જાણવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર સિદ્ધાર્થ શુકલાનું પોસ્ટમોર્ટમની વીડિયો ગ્રાફી પણ કરવામાં આવશે. સાંજે 6 વાગ્યા સુધી તેનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઇ શકે છે. બિગ બોસ 13ના હોસ્ટ અને અભિનેતા સલમાન ખાને પણ સિદ્ધાર્થના નિધન ઉપર દુઃખ વ્યક્ત કર્યું છે. તેને જણાવ્યું છે કે, “તું બહુ જ જલ્દી ચાલ્યો ગયો સિદ્ધાર્થ, તને હંમેશા યાદ કરીશું. પરિવાર પ્રત્યે મારી સંવેદના.”

Niraj Patel