પિતા સિદ્ધાંત વીર સૂર્યવંશીના નિધનથી ખરાબ રીતે તૂટી 18 વર્ષની દીકરી, હોસ્પિટલની સીડી પર બેસી ધ્રુસકેને ધ્રુસકે રડી

સિદ્ધાંત વીર સુર્યવંશીની 18 વર્ષની દીકરી હોસ્પિટલની બહાર ભાંગી પડી, હાલત જોઇ તમારી આંખમાં પણ આવી જશે આંસુ

લોકપ્રિય ટીવી અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશી હવે આપણી વચ્ચે નથી રહ્યા. સિદ્ધાંત વીર સૂર્યવંશીનું શુક્રવારે નિધન થયું હતુ. 46 વર્ષીય સિદ્ધાંતને વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પણ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. લાખો પ્રયત્નો પછી પણ તેને બચાવી શકાયો નહોતો. તેમના આકસ્મિક નિધનના સમાચારથી તેમના ચાહકો અને ટીવી ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે.

આ બધા સિવાય જે સૌથી વધુ પરેશાન છે તે તેની પત્ની એલેસિયા રાઉત અને બંને બાળકો ડિઝા સૂર્યવંશી અને માર્ક છે. હાલમાં જ અભિનેતાની પુત્રીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે હોસ્પિટલની બહાર જોવા મળી રહી છે. પિતાના મૃત્યુના સમાચાર મળતા જ ડિઝા હોસ્પિટલ દોડી ગઈ હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડિઝા હોસ્પિટલની સીડીઓ પર રડી રહી છે, જ્યારે તેના મિત્રો તેને સાંત્વના આપી રહ્યા છે. પિતાને ગુમાવ્યા બાદ 18 વર્ષની ડિઝા ઘણી ભાંગી પડી છે.

ડિઝાનો આ વીડિયો દરેકના દિલ તોડી રહ્યો છે. 10 સપ્ટેમ્બર 2022ના રોજ સિદ્ધાંતે તેની પુત્રી ડિઝાનો 18મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેણે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની તસવીરો પોસ્ટ કરી હતી. તસવીરોમાં પિતા-પુત્રીની જોડી એક રેસ્ટોરન્ટમાં તસવીરો માટે પોઝ આપતી જોવા મળે છે. 2016માં સિદ્ધાંતે પોતાનું નામ આનંદ સૂર્યવંશીથી બદલીને આનંદ વીર સૂર્યવંશી રાખ્યું. અંગત જીવનની વાત કરીએ તો સિદ્ધાંતે બે લગ્ન કર્યા હતા.

તેના પ્રથમ લગ્ન વર્ષ 2000માં ઈરા સૂર્યવંશી સાથે થયા હતા. આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. બંનેએ 2015માં છૂટાછેડા લીધા હતા. સિદ્ધાંતને તેની પ્રથમ પત્નીથી એક પુત્રી છે. જેનું નામ ડિઝા છે. પ્રથમ લગ્ન તૂટ્યા બાદ સિદ્ધાંતના જીવનમાં પ્રેમ પાછો આવ્યો. તેણે 2017માં મોડલ એલિસિયા રાઉત સાથે લગ્ન કર્યા. સિદ્ધાંતની બીજી પત્ની એલિસિયાને તેના પહેલા લગ્નથી એક પુત્ર છે.

સિદ્ધાંત વીર સૂર્યવંશીએ તેની કારકિર્દી એક મોડેલ તરીકે શરૂ કરી હતી. તેઓ આનંદ સૂર્યવંશી તરીકે પણ જાણીતા હતા. તેણે ટીવી સિરિયલ ‘કુસુમ’થી ડેબ્યૂ કર્યું હતું. ‘કસૌટી ઝિંદગી કી’, ‘કૃષ્ણ અર્જુન’, ‘ક્યા દિલ મેં હૈ’ જેવી અનેક સીરિયલોમાં સિદ્ધાંત વીર સૂર્યવંશી જોવા મળ્યા છે. સિદ્ધાંતનો છેલ્લો પ્રોજેક્ટ ટીવી શો ‘ક્યોં રિશ્તો મેં કટ્ટી બટ્ટી’ અને ‘ઝિદ્દી દિલ’ હતો.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

Shah Jina