સિદ્ધાંત વીર સૂર્યવંશીની પત્ની, બાળકો સહિત કોણ કોણ છે પરિવારમાં ? જાણો

ટીવી જગતના જાણિતા અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું 46 વર્ષની ઉંમરે નિધન થઇ ગયુ છે. તેમની મોતથી ટીવી ઇન્ડસ્ટ્રીને વધુ એક ઝાટકો લાગ્યો છે. તેની મોતથી બધા સુન્ન રહી ગયા છે. ઇન્ડસ્ટ્રીમાં એક બાદ એક થઇ રહેલી મોતથી કંઇ પણ કહી શકાય નહિ કે હવે કોનો જીવ ચાલ્યો જાય. સિદ્ધાંતની મોત જીમમાં વર્કઆઉટ કરવા દરમિયાન થઇ હતી. તે અચાનક જમીન પર પડી ગયો અને તે બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, તો ડોક્ટરે તેને મૃત ઘોષિત કરી દીધો.

એવું જાણવા મળી રહ્યુ છે કે તેની મોત કાર્ડિયાક અરેસ્ટથી થઇ છે. તે 46 વર્ષનો હતો. સિદ્ધાંતે કુસુમ સીરિયલથી ટેલિવિઝનમાં તેના કરિયરની શરૂઆત કરી હતી, અને પછી તે કૃષ્ણ અર્જુન, કસોટી ઝિંદગી કીનો ભાગ રહ્યો હતો. તે બાદ તેણે અનેક ટીવી શોમાં અભિનય કર્યો હતો. તેણે સ્ટાર પ્લસ પર ગૃહસ્થીમાં ઋષિની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મો અને ટેલિવિઝન પર એક લોકપ્રિય એક્ટર હોવાને નાતે તેની નેટવર્થ 5થી 10 કરોડ છે.

ફેબ્રુઆરી 2000માં તેણે બીજીવાર ટીવી પર વાપસી કરી અને એક્ટ્રેસ નેહા મર્દા સાથે અરવિંદ બબ્બલ પ્રોડક્શંસની સીરિયલ ક્યોં રિશ્તો મેં કટ્ટી બટ્ટીમાં લીડ રોલ પ્લે કર્યો. શોને 31 માર્ચે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ જલ્દી જ બંધ થઇ ગયો પરંતુ શોની થીમે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. સિદ્ધાંતે પહેલા ઇરા સાથે લગ્ન કર્યા હતા, જે સ્ટાર ઇન્ડિયા સાથે જોડાયેલી હતી. તેના લગ્ન 15 વર્ષ ચાલ્યા અને પછી બંનેના છૂટાછેડા થઇ ગયા. એક્સ કપલની એક દીકરી છે, જેનું નામ ડિઝા છે.

ઇરા સાથે અલગ થયા બાદ સિદ્ધાંતે સુપર મોડલ એલેસિયા રાઉત સાથે લગ્ન કર્યા. જે એક સિંગલ મધર હતી અને તેનો એક દીકરો છે, જેનું નામ માર્ક છે. સિદ્ધાંતની કો-એક્ટ્રેસ અને તેની મિત્ર જસવીર કૌરે તેને એલેસિયા સાથે મળાવ્યો હતો. સિદ્ધાંતે એક ઇન્ટરવ્યુમાં તેમના સંબંધ વિશે વાત કરી હતી અને કહ્યુ હતુ કે, એક મિત્ર, જે જાણતી હતી કે અમે બંને ઘર વસાવવા માંગીએ છીએ, તેણે અમારા મળવાનો ઇંતજામ કર્યો.

હું એલેલિયાને ખુલ્લા દિમાગથી મળ્યો અને અમે તરત એકબીજાને પસંદ કરી લીધા. પહેલી મુલાકાત બાદ કેટલીક વધુ મુલાકાત થઇ અને બધુ ઠીક થઇ ગયુ. એવું લાગતુ હતુ કે અમારા સાથે થવાનું નક્કી છે. બધુ જ ઝડપથી થઇ રહ્યુ છે અને અમે આને આમ જ રાખવાનો નિર્ણય કર્યો.અભિનેતાએ એલેસિયા સાથે લગ્ન વર્ષ 2017માં કર્યા હતા. સિદ્ધાંત મોડલ અને અભિનેતા હતા. તેણે એક્ટિંગ કરિયરની શરૂઆત માત્ર 19 વર્ષની ઉંમરથી કરી હતી.

સિદ્ધાંતને ફેમ કસોટી ઝિંદગી કીથી મળી. સિદ્ધાંત વીર સૂર્યવંશીએ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ પોતાનું નામ બદલી લીધુ હતુ. તેનું નામ આનંદ સૂર્યવંશી હતુ પરંતુ તેણે નામ બદલી સિદ્ધાંત સૂર્યવશી કરી લીધુ હતુ. સિદ્ધાંતનો જન્મ 15 ડિસેમ્બર 1975ના રોજ મુંબઇમાં થયો હતો. તેણે તેનો અભ્યાસ મુંબઇથી કર્યો છે. ઘણી નાની ઉંમરમાં એક્ટરે મોડલિંગ કરવાનું શરૂ કરી દીધુ હતુ.

Shah Jina