સિદ્ધાંત સૂર્યવંશીના નિધન બાદ તૂટી ગઈ છે તેની દીકરી, સોશિયલ મીડિયામાં ઈમોશનલ પોસ્ટ કરી, વાંચીને તમે પણ રડી પડશો.. જુઓ શું કહ્યું

નાની ઉંમરે ફેમસ ટીવી સ્ટાર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું મૃત્યુ થઇ ગયું….યાદ કરીને ભાવુક થઇ દીકરી ડિઝા, નોટમાં લખ્યું, “પપ્પા હું સુન્ન થઇ ગઈ છું” જુઓ શું કહ્યું

ટીવી જગતના જાણીતા અભિનેતા સિદ્ધાંત સૂર્યવંશીનું 11 નવેમ્બરના રોજ નિધન થઇ ગયું. તે જિમમાં વર્કઆઉટ કરતો હતો ત્યારે જ ઢળી પડ્યો, તેને તાત્કાલિક હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવ્યો, પરંતુ 45 મિનિટની મહેનત છતાં પણ ડોકટરો તેને બચાવી ના શક્યા, તેના નિધનથી મનોરંજન જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી, તો તેનો પરિવાર પણ તૂટી ચુક્યો હતો. સિદ્ધાંતની સૌથી મોટી ખોટ તેની દીકરી ડિઝાને પડી રહી છે.

ડિઝાએ સોશિયલ મીડિયાના સહારે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના પપ્પા સાથેની કેટલીક તસવીરો અને વીડિયો શેર કરીને એક ખુબ જ હૃદયસ્પર્શી પોસ્ટ લખી છે. તસવીરો અને વીડિયોમાં ડિઝાની બાળપણથી લઈને અત્યાર સુધીની પિતા સાથેની યાદો જોવા મળી રહી છે. તેની પોસ્ટનો દરેક શબ્દ ખુબ જ ભાવુક કરી દેનારો છે અને તે વાંચીને કોઈની પણ આંખોમાંથી આંસુઓ આવી જાય.

ડિઝાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, “હું હજી પણ વિશ્વાસ નથી કરી શકતી કે તમે હવે આ દુનિયામાં નથી. કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે ખબર નથી. હું તેને મારા વિષે નહોતી બનાવવા માંગતી !, પરંતુ હું સંપૂર્ણ રીતે સુન્ન થઇ ગઈ છું. હું તમને લઈને કેટલી બધી પઝેસિવ અને હદથી વધારે પ્રોટેક્ટિવ હતી. આ પોસ્ટમાં જે છેલ્લે વીડિયો શેર કરવામાં આવ્યો છે તે આ વાતનું ઉદાહરણ છે.”

ડિઝાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું “હું કેવી રીતે મારી પોતાની માતાને તમારાથી દૂર રાખવાની કોશિશ કરી રહી હતી કારણ કે મારા પિતાને કોઈ સ્પર્શ કરી શકે નહીં. તે માત્ર મારા છે. તમે હંમેશા મારા શ્રેષ્ઠ મિત્ર રહ્યા છો. તમે મારી બધી સમસ્યાઓ સાંભળતા હતા. છોકરાઓને લગતી સમસ્યાઓમાં પણ તમે મને સલાહ આપતા હતા. તમે હંમેશા મને કહેતા હતા કે ડિઝુ તું પપ્પાનું ગૌરવ છે.”

ડિઝાએ પોતાના પિતાને યાદ કરતા લખ્યું કે, “તમે મને અહેસાસ કરાવ્યો કે હું જીવનમાં કંઈપણ કરી શકું છું. મારામાં બધું જ કરવાની ક્ષમતા છે. ભવિષ્યને લઈને મેં તમને ઘણા વચનો આપ્યા હતા, પણ હવે કદાચ હું તેને પૂરા કરી શકીશ નહીં. હું એક વાત જાણું છું કે હું સખત મહેનત કરવાનું બંધ નહીં કરું, મારે તમને પણ ગૌરવનો અનુભવ કરાવવાનો છે. જ્યારે પણ અમે વાત કરતા, ત્યારે તમે મને કહેવાનું ભૂલ્યા નહીં કે તમને મારા પર કેટલો ગર્વ છે. એ કહેવાનું પણ ભૂલ્યા નથી કે હું જે પણ કરું છું, નાનું કે મોટું, તે તમને ખુશ કરે છે.”

ડિઝાએ એમ પણ લખ્યું કે “હું જાણું છું કે તમે મારી સફળતાઓ પર સ્માઈલ કરતા હશો. ભલે તમે અહીં મારી સાથે ન હોવ, પણ તમે હસતાં હસતાં કહેતા જ હશો  “મારી ગુડ્ડી રાણી કેટલી મોટી થઈ ગઈ છે. પાપુનું દિલ ગર્વથી ભરાઈ ગયું. હું તમને પ્રેમ કરું છું મારી ગુગલી. ડીઝાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે કેવી રીતે પપ્પા કહેતા હતા કે જો તે 60 વર્ષના થશે તો પણ તે ખૂબ જ હોટ દેખાશે. ડિઝાએ લખ્યું “હું ત્યારે તમારી વાત સાંભળીને હસતી હતી, પરંતુ હવે મને લાગે છે કે કાશ તમે આજે આ ઈચ્છા પૂરી કરવા અહીં હોત. પપ્પા આઈ મિસ યુ, પ્લીઝ ખુશ રહો અને મને માર્ગદર્શન આપતા રહો કારણ કે મને હંમેશા તમારી જરૂર રહેશે.”

 

View this post on Instagram

 

A post shared by diz<33 (@diza.suryavanshi)

Niraj Patel