મોબાઈલ રીપેર કરી રહ્યો હતો દુકાનદાર, ત્યારે જ બેટરીમાં થયો વિસ્ફોટ, દ્રશ્યો થયા વીડિયોમાં કેદ, જુઓ

સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક દુકાનદાર મોબાઈલ ફોન રિપેર કરી રહ્યો હતો ત્યારે અચાનક મોબાઈલ ફોનની બેટરી ફાટતા તેમાં આગ લાગી ગઈ હતી. આ ઘટના વિયેતનામના થાઈ ગુયેનમાં મોબાઈલ રિપેરિંગની દુકાનમાં બની હતી.

કર્મચારી ફોન રિપેર કરી રહ્યો હતો ત્યારે જોરદાર વિસ્ફોટ થયો હતો. બીજી જ ક્ષણે ફોનની બેટરીમાંથી જ્વાળાઓ નીકળવા લાગી. જેના કારણે કર્મચારી તેને હટાવવા માટે ખૂબ જ પરેશાન જોવા મળે છે. વીડિયોમાં જોવા મળે છે કે યુવક સળગતા ફોનને ખુલ્લા પગે જમીન પર ફેંકી રહ્યો છે. વિસ્ફોટ બાદ દુકાનનો અન્ય એક કર્મચારી પણ ભાગતો જોવા મળ્યો હતો.

આ ઘટના 5 નવેમ્બર, 2021 ના ​​રોજ બની હતી અને તાજેતરમાં જ YouTube ચેનલ, વાયરલ હોગ દ્વારા શેર કરવામાં આવી હતી. કેપ્શનમાં લખ્યું છે કે, કર્મચારી ફોન રિપેર કરી રહ્યો હતો ત્યારે ફોનની બેટરી ફાટી. સદનસીબે કોઈને ઈજા થઈ નથી.

આ વીડિયોને સોશિયલ મીડિયા પર હજારો વખત જોવામાં આવ્યો છે, જ્યાં તેણે ઘણાને ચોંકાવી દીધા છે. એક યુઝરે કોમેન્ટ કરી, ‘કલ્પના કરો કે માલિકના ખિસ્સામાં સ્માર્ટફોન ફૂટે તો. યુઝર્સ એ વાતથી ખુશ હતા કે યુવક ઈજાથી બચી ગયો. એક યુઝરે આ કારીગરની સમજણની પણ પ્રશંસા કરી છે.

YC