વાહનોથી ધમધમતા હાઇવે ઉપર આ કાર ચાલકે કરી દીધી એવી હરકત કે જોઈને તમે પણ ફફડી જશો, જુઓ વીડિયો

દુનિયાભરમાં રોજ રોડ ઉપર ઘણા બધા અકસ્માત થતા હોય છે, ઘણા અકસ્માત એવા પણ હોય છે જેને જોઈને જ રૂંવાડા ઉભા થઇ જાય. આવા અકસ્માતના ઘણા બધા વીડિયો પણ સામે આવતા રહે છે, ઘણીવાર આવા અકસ્માતમાં એ પણ જોવા મળે છે કે કોઈની ભૂલના કારણે કોઈ માસુમનો જીવ પણ ચાલ્યો જતો હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં હાઇવેની વચ્ચે એક કાર ચાલકે એવું કૃત્ય કર્યું કે જેને જોઇને તમે ડરી જશો. કારણ કે તેના કારણે બે ટ્રક ચાલકોની હાલત ખરાબ થઈ ગઈ હતી પરંતુ કાર ચાલક હજુ પણ લાપરવાહી ભરેલી કાર ચલાવી રહ્યો હતો, જાણે કે તેને કોઈ ફર્ક જ ના પડ્યો હોય.

આ ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે હાઈવે પર સફેદ રંગની કાર આગળ વધી રહી છે પરંતુ અચાનક કાર ચાલકે તેને વાળી દીધી. પાછળથી એક ટ્રક પૂરપાટ ઝડપે આવી રહી છે. ટ્રકચાલક તરત જ કારને બચાવવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન ટ્રક પલટી જાય છે પરંતુ તે કારને કંઈ થવા દેતો નથી. કાર ચાલકનો જીવ બચી જાય છે.

પરંતુ કાર ચાલક તેની હરકતોથી સુધરતો નથી. તે અજ્ઞાન જ રહે છે. તે ધીમે ધીમે કાર ચલાવે છે અને પાછળથી બીજી ટ્રક આવી રહી છે અને તેણે પણ ખૂબ જ ઝડપથી બ્રેક દબાવી છે. આખી ટ્રક પલટી જાય છે. કાર ચાલક આ જોવા છતાં પણ ખૂબ જ આરામથી કાર લઈને જતો રહે છે. જાણે તેના કારણે કઈ થયું જ ના હોય. આ વીડિયો ક્યાંનો છે તેના વિશે કઈ જાણી શકાયું નથી, પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયોને 60 લાખ કરતા પણ વધુ લોકોએ નિહાળ્યો છે.

Niraj Patel