સાનિયા મિર્ઝાના એક્સ પતિ શોએબ મલિકે ખાસ અંદાજમાં મનાવ્યો એક્ટ્રેસ પત્ની સના જાવેદનો બર્થ ડે…જુઓ કપલની રોમેન્ટિક તસવીરો

નવી નવી રૂપાળી ત્રીજી બૈરી સાથે સાનિયા મિર્ઝાના એક્સ પતિ શોએબ મલિકે મનાવ્યો બર્થ ડે- જુઓ ખૂબસુરત તસવીરો

પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે જ્યારથી અભિનેત્રી સના જાવેદ સાથે લગ્નની જાહેરાત કરી છે ત્યારથી તે ચર્ચામાં છે. જણાવી દઈએ કે શોએબના લગ્ન પહેલા સાનિયા મિર્ઝા સાથે થયા હતા, જેનાથી બંનેને એક પુત્ર ઈઝાન છે. લાંબા સમય સુધી મીડિયામાં અહેવાલો હતા કે સાનિયા અને શોએબના જીવનમાં બધુ સારુ નથી ચાલી રહ્યુ અને બાદમાં મલિકે સના સાથેના લગ્નની જાહેરાત કર્યા પછી સાનિયાના પિતાએ દીકરીના છૂટાછેડાની પુષ્ટિ કરી હતી.

જ્યારથી સના અને શોએબે લગ્ન કર્યા છે, ત્યારથી તેઓ કપલ ગોલ આપવાની કોઈ તક છોડતા નથી. શોએબ મલિકે ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા સાથે અલગ થયા બાદ 19 જાન્યુઆરી 2024ના રોજ પાકિસ્તાની ટીવી એક્ટ્રેસ સના જાવેદ સાથે લગ્ન કર્યા હતા. શોએબ અને સાનિયાના અલગ થવાના સમાચાર ચાહકો માટે આઘાતજનક હતા.

જો કે, હાલમાં શોએબ અને સના ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે અને તેનું કારણ છે લગ્ન બાદ સના જાવેદનો પહેલો બર્થ ડે. સના જાવેદે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જન્મદિવસની તસવીરો શેર કરી છે. 25 માર્ચ 1993ના રોજ જન્મેલી સનાનો 31મો જન્મદિવસ હતો. તેના જન્મદિવસના અવસર પર તેને ચાહકો તરફથી ઘણી શુભેચ્છાઓ મળી રહી છે. પતિ શોએબ મલિકે પણ સના જાવેદને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી અને ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી હતી.

આ પછી 27 માર્ચે સના અને શોએબે સાથે મળીને જન્મદિવસની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી. સનાએ જન્મદિવસની ઉજવણી માટે તેના સ્ટાર ક્રિકેટર પતિનો આભાર પણ માન્યો. સનાના બર્થ ડેની વાત કરીએ તો, અભિનેત્રીએ સુંદર મરૂન રંગનો સૂટ પહેર્યો હતો જ્યારે ભૂતપૂર્વ ક્રિકેટર બેજ પેન્ટ સાથે કોક રંગના શર્ટમાં જોવા મળ્યો હતો.

સનાએ તેના જન્મદિવસની તસવીરો શેર કરી અને લખ્યું, ‘બસ અમે બંને, જન્મદિવસની ઉજવણી માટે પતિનો આભાર’. તસવીરોમાં જોઈ શકાય છે કે સના અને શોએબ એકબીજા પર કેટલો પ્રેમ વરસાવી રહ્યાં છે. જણાવી દઈએ કે સના જાવેદ શોએબ મલિકની ત્રીજી પત્ની છે. શોએબ મલિકના પહેલા લગ્ન આયેશા સિદ્દીકી (2002) સાથે થયા હતા, જે 8 વર્ષ સુધી ચાલ્યા.

આ પછી શોએબે વર્ષ 2010માં પૂર્વ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને પોતાની દુલ્હન બનાવી અને લગ્નના 5 વર્ષ બાદ બંને અલગ રહેવા લાગ્યા. જ્યારે સાનિયા તેના બાળક સાથે છૂટાછેડા બાદ જીવનનો આનંદ માણી રહી છે ત્યાં 20 જાન્યુઆરી 2024ના રોજ સના અને શોએબે તેમના નિકાહની તસવીરો શેર કરીને હલચલ મચાવી દીધી. સના અને શોએબ નિકાહ બાદ તેમના લગ્નજીવનનો આનંદ માણી રહ્યા છે.

Shah Jina