મંદિરમાં ચેકીંગ કરવા માટે આવ્યા હતા આ પોલીસ ઓફિસર, માતા-પિતા વિનાની દીકરીના લગ્ન થતા જોઈને કર્યું એવું કામ કે તમે પણ કરશો સલામ

પોલીસ પ્રજાના મિત્ર  છે અને ઘણા પોલીસકર્મીઓ એવા હોય છે જે માત્ર પ્રજાનું રક્ષણ કરવાની જવાબદારી નથી સ્વીકારતા પરંતુ તેમના માટે ક્યારેક ભગવાન પણ બની જાય છે. સોશિયલ મીડિયામાં આવા પોલિકર્મીઓની ઘણી કહાનીઓ પણ સામે આવતી રહે છે, જેમાં પોલીસકર્મીઓ માનવતા મહેકાવતા નજર આવે છે. હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે જેની ચર્ચા આખા દેશમાં થઇ રહી છે.

ઉત્તર પ્રદેશના ચંદૌલી બાદ હવે દેવરિયામાં પોલીસે કંઈક એવું કર્યું છે કે જેના વખાણ કરતા બધા થાકતા નથી. દેવરિયા પોલીસના એક પોલીસ અધિકારીએ માતા-પિતા વિહોણી દીકરીના લગ્નમાં મંદિરમાં થયા. ત્યારે એમને ભેટ-સોગાદો આપીને એક દાખલો બેસાડ્યો છે. SHO આશુતોષના આ કામની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, ચંદૌલીમાં થોડા દિવસો પહેલા ડીએસપી અનિરુદ્ધ સિંહે એક ગરીબ દીકરીના લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો હતો. હવે આવું જ ઉદાહરણ દેવરિયામાં એસએચઓ આશુતોષે સ્થાપિત કર્યું છે. બરિયારપુર પોલીસ સ્ટેશનના એસએચઓ આશુતોષ લાઉડસ્પીકર ચેક કરવા માટે વિસ્તારની મુલાકાત લઈ રહ્યા હતા. આ દરમિયાન તે ટીમ સાથે લહિલપર મંદિર પહોંચ્યો જ્યાં લગ્ન ચાલી રહ્યા હતા.

જ્યારે તેમને ખબર પડી કે યુવતીના માતા-પિતા હયાત નથી અને તેના મામા-મામી દીકરીના લગ્ન કરાવી રહ્યા છે, જે પોતે ખૂબ ગરીબ છે. તેથી એસએચઓએ તેમને મદદ કરવાનું વિચાર્યું. તેમણે તરત જ બજારમાંથી ફ્રીજ, પંખો અને મિક્સર મંગાવ્યું. પછી વર-કન્યાને ભેટ સ્વરૂપે આપીને આશીર્વાદ પણ આપ્યા. આ સાથે SHOએ મંદિરના પૂજારીને લગ્નમાં થતા સામાન્ય ખર્ચાઓને માફ કરવાની વિનંતી પણ કરી હતી, જેને પૂજારીએ ખુશીથી સ્વીકારી લીધી હતી.

એસએચઓ આશુતોષે જણાવ્યું કે જ્યારે જ્યોતિ મદદેશિયા ખૂબ નાની હતી ત્યારે તેના માતા-પિતાનું અવસાન થયું હતું. જે બાદ તેના મામાએ તેની સંભાળ લીધી. દેવરીયામાં રહેતા અંકિત માધેશીયા સાથે તેના લગ્ન નક્કી થયા હતા અને શુક્રવારે લહિલપર મંદિરમાં લગ્ન હતા. તેમણે કહ્યું કે જ્યારે તે લાઉડસ્પીકર ચેક કરવા માટે વિસ્તારની મુલાકાત લઈ રહ્યા હતા. ત્યારબાદ તેઓ લહિલપર મંદિરે પણ ગયા હતા. ત્યાં તે છોકરીની આ કહાની સાંભળીને ભાવુક થઈ ગયા અને તેમણે વર-કન્યાને ભેટ આપીને આશીર્વાદ આપ્યા.

Niraj Patel