અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતાની બહેનના લુક આગળ ફીકી પડે છે બોલિવુડ અભિનેત્રીઓ, હોટ તસવીરો શેર કરી મચાવે છે તહેલકો

કોણ છે અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતાની બહેન ? ખૂબસુરતીમાં બોલિવુડ અભિનેત્રીઓથી પણ આગળ છે…

દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીએ શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા છે. શ્લોકા તેના સરળ સ્વભાવ અને સાદગી માટે જાણિતી છે. શ્લોકાના લગ્ન 2019માં આકાશ સાથે થયા હતા અને તેણે 2020માં પૃથ્વી અંબાણીનું આ દુનિયામાં સ્વાગત કર્યુ હતુ. શ્લોકા આમ તો બધા સાથે સારુ બોન્ડિંગ શેર કરે છે,

પણ તેની બહેન દિયા મહેતા સાથે તેનો ઊંડો સંબંધ છે. દિયા મહેતા તેના લુક્સ અને સ્ટાઇલને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. દિયા મહેતાએ વર્ષ 2017માં આયુષ જાતિયા સાથે લગ્ન કર્યા હતા. આયુષ હાર્ડકેંસલ રેસ્ટોરન્ટ (મેકડી ઇન્ડિયા ફ્રેન્ચાઇઝી)ના એમડી છે. દીયા મહેતા અને શ્લોકા મહેતા બિઝનેસમેન રસેલ અરુણ ભાઇ મહેતાની દીકરીઓ છે.

દિયા ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને સમય સમય પર તસવીરો શેર કરતી રહે છે. દીયા મહેતા ફેમીલી બિઝનેસ સંભાળી રહી છે. આ સાથે તે મોડલિંગ પણ કરે છે. દીયાના સોશિયલ મીડિયા પર લાખો ચાહકો છે. દિયા મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીની ફ્રેન્ડ પણ છે. બંનેએ મુંબઇની એક જ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.

દિયાએ લંડનની કોલેજથી ફેશન કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેના લગ્નમાં અંબાણી પરિવાર પણ સામેલ થયો હતો. જણાવી દઇએ કે, એપ્રિલ 2022માં શ્લોકાની બહેને બીજી પ્રેગ્નેંસીની ઘોષણા કરી હતી, ત્યારે તે આવનાર બેબીને લઇને ઘણી એક્સાઇટેડ હતી. 6 ઓક્ટોબર 2022ના રોજ દીયા મહેતાએ તેના બીજા બાળકના આ દુનિયામાં આવવાની ઘોષણા કરી.

તેણે આ ગુડન્યુઝને એક સુંદર ફોટો શેર સાથે કરી, જે તેના માં બન્યાના જસ્ટ પહેલાની હતી. આ દરમિયાન તેણે લોન્ગલેંથ વાળો ડ્રેસ પહેર્યો હતો, જેણે તે સમયે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી હતી. બેબીને જન્મ આપ્યા પહેલા દીયાએ એક કિલર ફોટોશૂટ કરાવ્યુ હતુ, જેની તસવીર તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

Shah Jina