અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતાની બેબી શાવર સેરેમની, નો મેકઅપ લુકમાં બેબી બંપ ફ્લોન્ટ કરતી આવી નજર

Shloka Mehta Godh Bharai : દેશના સૌથી અમીર ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણીનો પરિવાર ઘણીવાર ચર્ચામાં રહેતો હોય છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીને ત્રણ બાળકો છે, જેમાંથી બે પરણિત છે અને એકના લગ્ન બસ ટૂંક જ સમયમાં થવાના છે. આ બિઝનેસ કપલના મોટા પુત્ર આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા મહેતા એક દીકરા પૃથ્વી અંબાણીના પેરેન્ટ્સ છે,

જ્યારે તેમની દીકરી ઇશા અંબાણી અને તેના પતિ જોડિયા કપલના પેરેન્ટ્સ છે. ત્યારે હવે ટૂંક સમયમાં જ અંબાણી પરિવારમાં ફરી એકવાર કિલકારી ગુંજવાની છે કારણ કે અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા બીજી વખત માતા બનવાની છે. શ્લોકા મહેતાએ એનએમએસીસીના લોન્ચિંગ સમયે તેની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી,

ત્યારબાદ તે ઘણી વખત તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી છે. હવે, શ્લોકા મહેતાની એક નવી તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે અને વાયરલ થઈ રહી છે જેમાં તે ખૂબ જ ખુશ જોવા મળી રહી છે અને તેના મિત્રો સાથે ફોટો ક્લિક કરાવતી જોઇ શકાય છે. આ તસવીર શ્વોકાના બેબી શાવરની છે.

આ ગ્રૂપ ફોટોમાં, તમે જોઈ શકો છો કે શ્લોકાએ મિડ-લેન્થ ડ્રેસ પહેર્યો છે અને ટિયારા કેરી કર્યુ છે. તસવીરમાં તે તેના બેબી બમ્પને પણ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. શ્લોકા ઘણી વખત IPL મેચ અને સાસુ નીતા અંબાણીની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને સપોર્ટ કરતી જોવા મળે છે. તે હાલમાં તેના સસરા મુકેશ અંબાણી અને પતિ આકાશ સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરતી પણ જોવા મળી હતી.

Shah Jina