મનોરંજન

સુરતમાં યોગ કરાવ્યા બાદ શિલ્પા શેટ્ટીએ ફાફડા-જલેબીની મોજ માણી, જુવો વિડીયો

21 જૂનના રોજ આંતરાષ્ટ્રીય યોગા દિવસ છે ત્યારે આ યોગા દિવસની તૈયારીઓ અત્યારથી જ શરુ થઇ ગઈ છે. ત્યારે બોલિવૂડ અભિનેત્રી શિલ્પાએ શેટ્ટીએ સુરતમાં એક યોગ સભામાં ભાગ લીધો હતો. ફિટનેસ આઇકોન શિલ્પાએ શેટ્ટી પાસેથી યોગા શીખવા માટે લગભગ 3000 હજાર લોકો આ કાર્યક્રમમાં હાજર રહયા હતા. આ કાર્યક્રમમાં શિલ્પા શેટ્ટીએ સ્ટેજ પરથી ઘણા યોગાસન કરાવ્યા. શિલ્પાએ પાસેથી યોગાસન શિવા માટે લોકો પણ ઘણા ઉત્સુક જણાઈ આવતા હતા. હાજર દરેક લોકોએ શિલ્પાએ સાથે મળીને યોગા કર્યા હતા.

Image Source

આ કાર્યક્રમમાં શિલ્પાએ શેટ્ટીએ યોગાને સ્વસ્થ રહેવા માટેનો સૌથી સરળ મંત્ર ગણાવ્યો હતો. આટલું જ નહિ, શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર પણ યોગા અને ફિટનેસને લઈને ઘણી સક્રિય રહે છે. તેઓએ કેટલાક દિવસો પહેલા જ પોતાની એક ફિટનેસ એપ્લિકેશન પણ લોન્ચ કરી છે.

Image Source

ત્યારે શિલ્પાએ શેટ્ટી સાથે યોગા કરવા માટે સુરતીઓએ પણ ઉત્સાહ દર્શાવ્યો હતો. રવિવારની સવારે આરામથી ઊઠવાને બદલે સુરતીઓએ વહેલા ઉઠીને યોગા કરવા પહોંચ્યા હતા. લોકોનો જોશ અને જુસ્સો જોઈને શિલ્પાએ શેટ્ટીએ સુરતીઓના વખાણ પણ કર્યા હતા અને કહ્યું હતું કે તેઓએ વિચાર્યું હતું કે યોગાને થોડો જ સપોર્ટ મળશે પણ અહીં તો લોકો ખૂબ જ ઉત્સાહથી યોગાના આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા છે.

Image Source

જો કે સુરતમાં યોગાનો આ કાર્યક્રમ ખતમ કર્યા પછી સુરતનું જમણ અને કાશીનું મરણ કહેવતને સાર્થક કરતા દરેક સુરતીની જેમ જ ફાફડા-જલેબીનો સ્વાદ માણ્યો હતો. શિલ્પા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વિશે જાણકારી આપી હતી.

જુવો વિડિઓ અહીંયા ક્લિક કરીને 

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks