બ્લેક અને વ્હાઇટ લુકમાં સલૂન બહાર સ્પોટ થઇ શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રાને જમાનત મળ્યા બાદ કેમેરામાં કેદ થઇ ખૂબસુરત મુસ્કાન

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી માટે છેલ્લા 2 મહીના ઘણા કઠિન રહ્યા હતા. શિલ્પાના પતિ રાજ કુંદ્રાની ગંદી ફિલ્મો બનાવવા અને તેને એપ પર પ્રકાશિત કરવાના આરોપ હેઠળ ધરપક઼ડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રાની ધરપકડ બાદથી શિલ્પા શેટ્ટીને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી હતી. ઘણા સમય સુધી તેણે ટ્રોલિંગનો સામનો કર્યો હતો. તેમ છત્તાં પણ તેણે બધી પરેશાનીઓનો સામનો કર્યો હતો.

તેણે ઘણી સારી રીતે તેના બંને બાળકોને સંભાળ્યા હતા. હવે તો રાજ કુંદ્રા જેલની બહાર આવી ગયા છે. રાજ કુંદ્રાને 21 સપ્ટેમ્બરના રોજ 50 હજારના જામીન પર જમાનત મળી હતી. પતિના ઘરે આવ્યા બાદ હવે અભિનેત્રી ઘણી રિલેક્સ થઇ ગઇ છે. હાલમાં જ શિલ્પા શેટ્ટીને પતિના જેલથી આવ્યા બાદ પહેલીવાર સ્પોટ કરવામાં આવી હતી.

સલૂન બહાર શિલ્પાને ખૂબસુરત અંદાજમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે ઘણી ખુશ લાગી રહી હતી. તેણે બ્લેક અને વ્હાઇટ કોમ્બિનેશનમાં ખૂબસુરત ટોપ અને સ્કર્ટ કેરી કર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. શિલ્પાની સામે આવેલી તસવીરોમાં તેના ચહેરા પર ખૂબ જ સુંદર ગ્લો જોવા મળી રહ્યો છે. તેણે ગોગલ્સ કેરી કર્યા છે અને કોરોનાને ધ્યાને રાખી માસ્ક કેરી કર્યુ છે.

શિલ્પાએ પેપરાજીને શાનદાર પોઝ પણ આપ્યા હતા. શિલ્પા શેટ્ટીનો આ દરમિયાનનો વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં શિલ્પા તેની ગાડીથી ઉતરી અને જતી જોવા મળી રહી છે. તેણે પેપરાજીને માસ્ક ઉતારી પણ પોઝ આપ્યા હતા.

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ખૂબસુરત અભિનેત્રીઓમાંની એક છે. તે આ ઉંમરે ઘણી જ ફિટ અને યંગ લાગે છે. તે ફિટનેસ બાબતે તો આજની યંગ અભિનેત્રીઓને પણ માત આપે છે. શિલ્પા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને યોગ વીડિયો પોસ્ટ કરતી રહે છે. શિલ્પાની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. શિલ્પાના ઇન્સ્ટાગ્રામ પર 22.3 મિલિયન ફોલોઅર્સ છે.

Image source

શિલ્પાના વર્કફ્રંટની વાત કરીએ તો, શિલ્પા આ દિવસોમાં ડાંસ રિયાલિટી શો “સુપર ડાંસર ચેપ્ટર 4″ને જજ કરી રહી છે. આ ઉપરાંત તેણે 13 વર્ષો બાદ ફિલ્મોમાં વાપસી કરી છે. થોડા સમય પહેલા તેની ફિલ્મ “હંગામા” રીલિઝ થઇ હતી. શિલ્પા શેટ્ટી હવે ફિલ્મ “નિકમ્મા”માં નજર આવશે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Shah Jina