બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એક્ટિવ ન હતી. એટલું જ નહિ તેણે લગભગ ત્રણ સપ્તાહ સુધી કામ પરથી પણ બ્રેક લીધો હતો. જે બાદ તેણે કામ પર વાપસી કરી લીધી છે. પરંતુ તેનું કારણ તેમનું સ્વાસ્થ્ય નહિ પરંતુ પતિ રાજ કુંદ્રાનું ફિલ્મ રેકેટ કેસમાં નામ સામે આવવાનું છે.
શિલ્પા શેટ્ટી અને તેનો પરિવાર છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં છે. પતિ રાજ કુંદ્રા જેલમાં બંધ હોવાને કારણે શિલ્પા માટે આ મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. પતિની ધરપકડ બાદથી શિલ્પાએ પોતાને લો પ્રોફાઇલ રાખેલી હતી. હવે ધીરે ધીરે તે ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ થઇ છે. તે ઇંસ્પાયરિંગ મેસેજ શેર કરતી રહે છે.
શિલ્પાએ ગુરુવારે રાત્રે તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક બુકનું પેજ શેર કર્યુ છે. જેમાં જીવનમાં કરેલ ભૂલ વિશે લખેલુ છે. આ પેજ પર સોફિયા લોરેનનો એક કોટ લખેલો છે. તેમાં લખેલુ છે કે, ભૂલ કોઇ ઉધારનો ભાગ નથી હોતી, કે જેને પૂરુ જીવન ચૂકાવવી પડે છે. આપણે ઉમ્મીદ કરીએ છે કે એ બહુ ભયાનક કે કોઇને ઇજા પહોંચાડવા વાળી ભૂલ નહિ હોય પરંતુ તો પણ ભૂલ થઇ જાય છે.
શિલ્પાએ આ મેસેજ સાથે એક એનિમિટેડ સ્ટીકર શેર કર્યુ છે, જેમાં લખ્યુ છે કે, મેં એક ભૂલ કરી દીધી પરંતુ કોઇ વાત નહિ. તમને જણાવી દઇએ કે, આ પહેલા પણ શિલ્પાએ ઇન્સ્ટા સ્ટોરીમાં એક પોઝિટિવ મેસેજ શેર કર્યો હતો. તેમાં લખ્યુ હતુ કે, આપણે આપણા જીવનમાં Pause બટન નથી દબાવી શકતા.
ઉલ્લેખનીય છે કે, ડાંસ રિયાલિટી શો “સુપર ડાંસર ચેપ્ટર 4″થી ઘણા દિવસ સુધી ગાયબ રહ્યા બાદ શિલ્પાએ જજ તરીકે શોમાં વાપસી કરી લીધી છે. શોમાં વાપસી પર બીજા જજ અનુરાગ બસુ અને ગીતા કપૂર સહિત બધા કંટેસ્ટેંટે શિલ્પાનું જોરદાર સ્વાગત કર્યુ. આ સ્વાગત જોઇ શિલ્પા પણ ઇમોશનલ થઇ ગઇ હતી. હાલમાં જ થોડા સમય પહેલા શિલ્પાની ફિલ્મ “હંગામા 2” રીલિઝ થઇ હતી.
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની વાત કરીએ તો, રાજ કુંદ્રાની મુંબઇ ક્રાઇમ બ્રાંચે ફિલ્મ રેકેટ મામલે 19 જુલાઇના રોજ ધરપકડ કરી હતી. તે બાદથી રાજ જેલમાં છે. આ કેસ સાથે જોડાયેલ અનેક ખુલાસા થતા રહે છે. રાજની ધરપકડ બાદથી શિલ્પા અને તેના પરિવારને ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જે બાદ અભિનેત્રીએ અનુરોધ પણ કર્યો હતો કે તેની અને પરિવારની પ્રાઇવસી બનાવી રાખો અને દેશના ન્યાયપાલિકાના નિર્ણયની રાહ જુઓ