આ ઘર છે કે સ્વર્ગ? શિલ્પાના ઘરની તસવીરો જોતા સ્વર્ગને પણ ભૂલી જશો, જુઓ ‘કુન્દ્રા હાઉસ’

નસીબ જોર કરે છે શિલ્પા શેટ્ટીના, ધનવાન રાજને પરણીને નસીબ ખુલ્યા…જુઓ વૈભવી ઘરનો નઝારો

એક્ટ્રેસ  શિલ્પા શેટ્ટીએ પોતાના કરિયરમાં એકથી એક સારી સારી ફિલ્મો કરીને લોકોનું દિલ જીતી લીધું છે. તેની અદાઓ અને લુકના આજે પણ લોકો ઓછા દીવાના નથી. હિન્દી સિનેમા જગતમાં પોતાની કલાકારી અને ફિટનેસના કારણે પ્રખ્યાત થયેલી એક્ટ્રેસએ થોડા મહિના પહેલા જ જન્મદિવસની ઉજવણી કરી હતી.

અભિનેત્રીઓની લાઇફ મુશ્કેલીઓથી ભરેલી હોય છે. આ વધારે મુશ્કેલ ત્યારે થઇ જાય છે જયારે પતિના કર્મોને કારણે તેઓ સતત મીડિયામાં છવાઇ જાય છે. હાલમાં જ શિલ્પા શેટ્ટી કુંદ્રા સાથે કંઇક આવું જ થયુ છે.

આમ તો આ પહેલીવાર નથી કે જયારે કોઇ અભિનેત્રીને પતિને કારણે શરમિંદા થવું પડ્યુ હોય. આવી કેટલીક અભિનેત્રીઓ છે જે તેમના પતિને કારણે પહેલા શરમિંદા થઇ ચૂકી છે અને તેમને આલોચના પણ સહન કરવી પડી છે.

શિલ્પાના પતિ એક જાણિતા બિઝનેસમેન છે. તેમની સોમવારે ધરપકડ કરવામાં આવી છે. તેમના પર ગંદી ફિલ્મો બનાવવાનો અને તેને એપ પર પ્રકાશિત કરવાનો આરોપ છે. જો કે, પોલિસ હજી આ મામલે તપાસ કરી રહી છે. આ પહેલા પણ રાજ કુંદ્રા ઘણીવાર વિવાદોમાં આવી ચૂક્યા છે.

જો કે, ગુરુવારે રાત્રે શિલ્પાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી હતી.  તેની પોસ્ટમાં જેમ્સ થર્બરના ઉદ્ધરણ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જેમાં લખ્યુ હતુ કે, ગુસ્સામાં પાછળ વળીને ના જુઓ, કે ડરની આગળ ન જુઓ, પરંતુ જાગરૂકતાથી જુઓ.

પોસ્ટમાં આગળ લખવામાં આવ્યુ છે કે, આપણે ગુસ્સામાં પાછળ વળીને તે લોકોને જોઇએ છીએ જેમણે આપણને ઇજા પહોંચાડી છે. જે નિરાશાઓ આપણે મહેસૂસ કરી છે, જે દુર્ભાગ્ય આપણે સહન કર્યુ છે. આપણે આ સંભાવનાના ડરથી તત્પર રહીએ છીએ કે આપણે આપણી નોકરી ખોઇ શકીએ છીએ. કોઇ બીમારીનું અનુબંધ કરી શકીએ છીએ કે કોઇ પ્રિયજનની મોતનો શિકાર થઇ શકીએ છીએ.

આ પોસ્ટમાં વધુમાં એ લખ્યુ હતુ કે, આપણે જે સ્થાન પર રહેવાની આવશ્યકતા છે તે આ જ છે. અત્યારે જે થઇ રહ્યુ છે કે થવાનું છે તેને ઉત્સુકતાથી ન જોવુ પરંતુ પૂરી રીતે જાગૃત થઇને જોવુ કે તે શું છે. હું એક ઊંડો શ્વાસ લઉં છું. એ જાણુ છુ કે હું જીવતો રહેવા માટે ભાગ્યશાળી છું. હું ઘણા પડકારોનો સામનો કરી ચૂક્યો છુ અને ભવિષ્યમાં પડકારોથી બચીશ. આજે મારે મારુ જીવન જીવવાથી વિચલિત કરવાની કોઇ જરૂર નથી.

આ પોસ્ટ શેર કરતા એવું લાગી રહ્યુ છે કે શિલ્પા શેટ્ટીએ તેની વર્તમાન પરિસ્થિતિઓને શેર કરી છે. જો કે, તેણે તેના પતિ વિશે કંઇ પણ કહ્યુ નથી. પરંતુ નિશ્ચિત રૂપથી જીવનમાં પડકારોનો  સામનો કરવા માટે તે તૈયાર છે, એવું આ પોસ્ટ પરથી લાગી રહ્યુ છે.

1993 માં આવેલી ફિલ્મ ‘બાજીગર’ ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરનારી આ એક્ટ્રેસની લક્ઝરી લાઇફ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. 2009 માં શિલ્પાએ જાણીતા ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા.

દેશમાં લોકડાઉનને કારણે શિલ્પા શેટ્ટી હાલમાં પરિવાર સાથે સમય વિતાવી રહી છે. જુહુમાં શિલ્પા શેટ્ટીનું અદભૂત ઘર છે. વર્કઆઉટ કરવા માટે આ મકાનમાં એક જીમ પણ છે.

તેની સાથે સાથ આ તેને આ ઘરમાં એ બગીચો પણ છે. શિલ્પા શેટ્ટી પોતાના ઘરના ફોટા ચાહકો સાથે શેર કરતી રહે છે. તેના ઘરનું નામ ‘કિનારા’ છે. અને રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાને તેનું ઇન્ટિરિયર ડિઝાઇન કર્યું છે.

તેનું આ ઘર કોઈ મહેલથી ઓછું નથી. તે અને રાજ કાયમ પોતના ઘરની કેટલીક તસ્વીરો સોશ્યિલ મીડિયામાં શેર કરે છે. જુઓ તેને આલીશાન ઘરની કેટલીક તસ્વીરો.

શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી તસ્વીરોમાં અને વીડિયોમાં પતિ રાજ કુંદ્રા સાથે ઘરમાં આરામ કરતી જોવા મળે છે તો ક્યારેક તે બગીચામાં તાજી હવા માણતી જોવા મળે છે તો ક્યારેક ક્યારેક તે રસોડામાં પુત્ર વિયાન સાથે વાનગીઓ બનાવતા જોવા પણ જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ શિલ્પા શેટ્ટીના ઘરે હાલમાં જ નાનું મહેમાન આવ્યું છે.  જેનું નામ સમિષા શેટ્ટી કુંદ્રા છે. શિલ્પા સેરોગેસીની માતા છે.

શિલ્પા શેટ્ટીના ઘરની અંદર અનેક માસ્ટરપીસ છે. એક વિચિત્ર આકારમાં તૈયાર કરવામાં આવેલું લીવીંગ રૂમ, બગીચામાં હેન્ડ સ્ટોન પણ મૂકવામાં આવ્યો છે, એક મોટો ઘોડો, આવી ઘણી વસ્તુઓ જે ઘરમાં ફેંગ શુઇ અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર રાખવામાં આવે છે.

શિલ્પા શેટ્ટી જ્યારે પણ વર્કઆઉટ કરે છે ત્યારે ઘરના જુદા જુદા ભાગોમાં કરતી જોવા મળે છે. તાજેતરમાં શિલ્પા પુત્રી સમિશા સાથે બાલ્કનીમાં રમતી જોવા મળી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો.

YC