૪૫ વર્ષની ઉંમરે પણ કહર મચાવે છે શિલ્પા શેટ્ટી, જુઓ સ્ટાઈલિશ તસવીરો
બોલિવુડ અભિનેત્રીઓ તેમની ફિટનેસ અને સ્ટાઇલને લઇને ખૂબ જ ઘ્યાન રાખે છે. ફેન્સ પણ તેમને ખૂબસુરત દેખાવમાં પસંદ કરે છે. આવી જ એક અભિનેત્રીઓમાંની એક શિલ્પા શેટ્ટી છે, જે તેના ફેશન સેન્સ માટે જાણીતી છે.
શિલ્પા શેટ્ટીએ ફિટનેસ 45ની ઉંમરમાં પણ એકદમ સરસ રીતે મેઇન્ટેન કરી છે. તેમની ખૂબસુરતી અને ફિટનેસ પરથી તો એવું લાગે કે તે 25 વર્ષના જ છે. શિલ્પા શેટ્ટીના બધા જ લુક એકદમ સુંદર હોય છે. આ દિવસોમાં તેનો એક લુક ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
શિલ્પા શેટ્ટીને મુંબઇના એક સલૂન બહીર સ્પોટ કરવામાં આવી હતી. જયાં તેમની સ્માઇલ અને ડ્રેસિંગ સેન્સ એકદમ કુલ અંદાજમાં નજરે પડ્યા અને આ ઉંમરે પણ તેઓ લોકોનું દિલ જીતવામાં સફળ રહ્યા.
શિલ્પાના કેઝયુઅલ લુકની વાત કરીએ તો, ઘણીવખત શિલ્પા કેઝયુઅલ લુકમાં જીન્સને પસંદ કરે છે પરંતુ આ વખતે તે પેન્ટ્સમાં નજરે પડી. શિલ્પાએ વ્હાઇટ ટી-શર્ટ અને વ્હાઇટ ડેનિમ પહેર્યુ હતુ. આ સાથે જ તેણે કાર્ગો પેન્ટ્સ કેરી કર્યુ હતુ.
શિલ્પાની ટી-શર્ટની વાત કરીએ તો, તે gucciના ડિઝની એડિશનની હતી. તેણે વ્હાઇટ સ્નીકર્સ પહેર્યા હતા અને તેના પર મીકી માઉસ પણ ડ્રો કરેલુ હતુ. આ સાથે જ તેણે લુકને કમ્પ્વિટ કરવા હાથમાં બ્રેસલેટ અને ઘડિયાળ પહેરી હતી તેમજ ચેન બેલ્ટ વાળું પર્સ કેરી કર્યુ હતુ.
શિલ્પા પર મીકી માઉસની ટી-શર્ટ અને સ્નીકર્સ શુટ કરતા હતા અને આ લુકમાં તે એકદમ પરફેકટ અને સુંદર લાગી રહી હતી. શિલ્પા શેટ્ટીના બોલિવુડ કરિયરની વાત કરવામાં આવે તો, તેણે ફિલ્મ બાજીગરથી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યુ હતું.
તે બાદ ધડકન, મે ખિલાદી તુ અનાડી અને અપને જેવી ફિલ્મોમાં નજરે પડી ચૂકી છે. શિલ્પા તેની ફિટનેસ માટે જાણીતી છે અને તેના આવા વીડિઓને પણ ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. શિલ્પા યોગ એકસપર્ટ પણ છે.