47 વર્ષની શિલ્પા શેટ્ટી એવો ડીપ નેક ડ્રેસ પહેરીને આવી કે અંદરનું બધું ચોખ્ખે ચોખ્ખુ દેખાઈ ગયું… યુઝર્સ બોલ્યા, “આ ઉંમરે તો શરમ કરો..” જુઓ વીડિયો

બૉલીવુડની ખ્યાતનામ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કોઈને કોઈ કારણને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. મોટાભાગે તે તેની ફિટનેસ, સુંદરતા અને ફેશન સ્ટાઇલને લઈને ચર્ચામાં આવે છે ત્યારે હાલમાં જ શિલ્પાએ મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં એવા કપડાં પહેરીને આવી કે જેના કારણે તેને લોકો હવે ટ્રોલ કરવા લાગ્યા છે. શિલ્પાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં 47 વર્ષની શિલ્પા સફેદ આઉટફિટમાં પેપરાજીને  પોઝ આપતી જોવા મળી હતી. અભિનેત્રીનો આ લુક ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ હતો, પરંતુ તે પોતે આ ડ્રેસમાં બહુ કમ્ફર્ટેબલ લાગતી નહોતી. જે બાદ યુઝર્સે આ અંગે પોતાની ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું, “તમારી ઉંમરનું ધ્યાન રાખો”. તો ત્યાં બીજા યુઝરે લખ્યું કે, “તમને આ બિલકુલ સારું નથી લાગતું.”

શિલ્પા શેટ્ટી એક એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી, જ્યાં તેણે ખૂબ જ ડીપ નેક જમ્પસૂટ પહેર્યો હતો અને તેની ઉપર સફેદ કોટ પહેર્યો હતો. તેને કેટલાક એક્સેસરીઝ અને ખુલ્લા વાળ સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો. જો કે શિલ્પાનો આ લુક ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ હતો, પરંતુ અભિનેત્રી આ ડ્રેસમાં બહુ કમ્ફર્ટેબલ લાગતી ન હતી.

આ દરમિયાન શિલ્પા વારંવાર પોતાના હાથથી શરીર ઢાંકતી અને કોટ પકડતી જોવા મળી હતી. વીડિયો અને તસવીરોમાં પણ શિલ્પા ઘણી અસહજ દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સને શિલ્પા શેટ્ટીની આ શાનદાર સ્ટાઈલ પસંદ નથી આવી, જે તેની ટિપ્પણી પરથી સ્પષ્ટ થાય છે. ઘણા લોકોએ શિલ્પાના સ્ટાઇલિશ અવતારની ટીકા કરવાનો પ્રયાસ કર્યો.

Niraj Patel