મનીષ મલ્હોત્રાની બર્થ ડે પાર્ટીમાં એવું જીન્સ પહેરીને આવી શિલ્પા શેટ્ટી કે લોકોએ કહી દીધી- ઉર્ફી જાવેદ પ્રો મેક્સ, ગૌરી ખાન અને મલાઇકા અરોરાની પણ ઉડી મજાક

શિલ્પા શેટ્ટીના અન્ડરવિયર જેવા જીન્સને જોઈને યુઝર્સ ભડક્યા, યુઝર્સ બોલ્યા- શરમ કર…જુઓ તસવીરો

90ના દાયકાની સુપરહિટ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેની ફિટનેસને લઇને ખૂબ સજાગ રહે છે. શિલ્પા શેટ્ટીની ડ્રેસિંગ સેન્સ પણ લોકોને પસંદ આવે છે અને તેને એક ફેશનિસ્ટા તરીકે પણ જોવામાં આવે છે. શિલ્પા તાજેતરમાં જ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટીમાં જોવા મળી હતી જ્યાં તે તેના સ્ટાઇલિશ લુક માટે ટ્રોલ થઈ ગઇ હતી. શિલ્પા મનીષ મલ્હોત્રાના બર્થડે બેશમાં બહેન શમિતા સાથે પહોંચી હતી.

બંને બહેનો ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી પરંતુ બધાનું ધ્યાન શિલ્પાના અજીબોગરીબ જીન્સ પર ગયુ. સામેથી જોવામાં આવે તો, શિલ્પાનું આ જીન્સ સામાન્ય ડેનિમ જીન્સ હતુ, પરંતુ શિલ્પા જેમ પાછળ ફરી કે લોકો ચોંકી ઉઠ્યા. કેટલાક લોકોને શિલ્પાનો એક્સપેરિમેન્ટલ લૂક પસંદ આવ્યો હતો, તો મોટાભાગના લોકોએ તેને આ લૂક માટે ટ્રોલ કરી હતી. શિલ્પાના જીન્સને બિકી કહેવામાં આવી રહી છે,

કેટલાક કહી રહ્યા છે કે, બિકી પર ડેનિમનું કપડું લગાવી દેવામાં આવ્યું છે. કેટલાકે શિલ્પાને ઉર્ફી જાવેદ પ્રો મેક્સ પણ કહી દીધી હતી. જો કે, આ પાર્ટીમાં શિલ્પા ઉપરાંત મલાઇકા અરોરા અને શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પણ ટ્રોલ થઇ હતી. બોલિવૂડની ગ્લેમરસ દિવા મલાઈકા અરોરાની વાત કરીએ તો, તે હાઈ-ફેશન બ્રાન્ડ બાલેન્સિયાગાના આઉટફિટમાં પાર્ટીમાં પહોંચી હતી. પરંતુ મલાઈકાને આ બ્રાન્ડના ડ્રેસમાં જોઈને લોકો તેના પર ગુસ્સે થઈ રહ્યા છે.

આનું કારણ એ છે કે બાલેન્સિયાગા દ્વારા તાજેતરમાં એક એડ કેંપેન પર બાળકોને સેક્સુઅલાઇઝ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બ્રાન્ડના એડ કેમ્પેઈન પર ઘણો હોબાળો થયો હતો. આવી સ્થિતિમાં, લોકો મલાઈકાને બેલેન્સિયાગા બ્રાન્ડનો ડ્રેસ પહેરવા માટે જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. ગૌરી ખાનની વાત કરીએ તો, ગૌરીએ પાર્ટી માટે બ્લેક લોંગ લેન્થ ડ્રેસ પસંદ કર્યો હતો.

જેની કટઆઉટ ડિટેલિંગ એકદમ ખાસ હતી. આ ડ્રેસની ડિટેલિંગ ગૌરીને બોલ્ડ લુક આપી રહી હતી. સ્લીવલેસ ડિઝાઇનના બ્લેક ડ્રેસની ડીપ નેકલાઇન બસ્ટ એરિયા સુધી હતી. આગળથી કટઆઉટ નેકલાઈન રિંગની મદદથી જોડાયેલી હતી. જે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. ગૌરી ખાનના આવા ડ્રેસની સામે મલાઈકા અરોરાની સ્ટાઈલ પણ હળવી લાગતી હતી. ગૌરીને જોતા જ પેપરાજીના કેમેરા તેની તરફ વળી ગયા હતા,

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

જો કે ગૌરી ખાન સમજી શકતી ન હતી કે ક્યાં પોઝ આપવો. તે આ સમયે એવી રીતે ચાલી રહી હતી કે જાણે તે કઇ છુપાવી રહી છે. જ્યારે પાર્ટીમાંથી ગૌરી ખાનનો આ વીડિયો સામે આવ્યો ત્યારે એક યુઝરે લખ્યું- તેઓ જાણતા હતા કે આ લોકો પાછળથી ફોટો અને વીડિયો લેશે. એકે લખ્યું – શું તેના ડ્રેસની પાછળ કંઈક થયું છે ? એકે લખ્યું- મેડમ સમજી નથી શકતા કે હું કયો પોઝ આપું?

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એકે લખ્યું- પતિ ઉમરાહ ગયો છે અને અહીં તેની પત્નીને જુઓ. એકે લખ્યું- અરે, બસ કરો અને હજુ કેટલું અંદર જશો. જણાવી દઈએ કે 5 ડિસેમ્બરે ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ પોતાનો 56મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેણે આ દરમિયાન તેના ઘરે પાર્ટી રાખી હતી. જેમાં ઘણી ફિલ્મી હસીનાઓનો મેળો જોવા મળ્યો.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina