શિખર ધવનની ટીમ પ્લેઓફની બહાર થતા પિતાએ ધવનને મારી લાતો અને મુક્કા, વાયરલ થયો વીડિયો

IPL ની રેસની બહાર થઇ ધવનની ટીમ, તો પિતાએ પુત્રની કરી દીધી જોરદાર ધુલાઈ, સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

ભારતના દિગ્ગજ ઓપનર બેટ્સમેન શિખર ધવન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પ્લેઓફ પહેલા જ IPLમાંથી બહાર થયા બાદ ધવને તેના ઘરનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તેને લાતોથી મારવામાં આવી રહ્યો છે. વીડિયો શેર થતાની સાથે જ ઘણી બધી કમેન્ટ્સ આવી ગઈ છે.

શિખર ધવન આ સીઝનમાં પંજાબ માટે IPLમાં રમી રહ્યા હતા. પંજાબની ટીમ પ્લેઓફમાં ક્વોલિફાય થઇ શકી નથી પરંતુ શિખર ધવને પંજાબ માટે સારું રમ્યો હતો. શિખર ધવને કુલ 14 મેચમાં 38ની રનરેટથી 460 રન બનાવ્યા હતા. તે IPLમાં સૌથી વધારે રન બનાવવા વાળો ખેલાડીમાં ચોથા નંબર પર છે.

વીડિયોમાં તેને લાતો અને માર મારનાર વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ તેના પિતા છે. તે મજાકિયા અંદાજમાં અભિનય કરી રહ્યા છે પ્લેઓફ પહેલા બહાર નીકળવા માટે તેને માર માર્યો હતો. તેમનો અભિનય જોઈને હરભજન સિંહે ઈન્સ્ટાગ્રામ પર કોમેન્ટ લખી કે બાપુ તો તારા કરતા પણ વધારે સારા અભિનેતા નીકળ્યા છે. કોમેન્ટેટર ગૌરવ કપૂરે પણ “હા હા હા ફુલ પરફોર્મર ફેમિલી” લખ્યું.

 

View this post on Instagram

 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

શિખર ધવને આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે આનો અર્થ એ છે કે મારા પિતાજી માટે નોક આઉટમાં ક્વોલિફાય નથી થવાનો મતલબ આ છે અને હસતા ઇમોજીનો ઉપયોગ કર્યો. આ સિઝનમાં પંજાબની ટીમ છઠ્ઠા નંબર પર રહી હતી. જો શિખરની આ આઈપીએલની વાત કરીએ તો તેણે 14 મેચમાં 38.33ની એવરેજથી 460 રન બનાવ્યા છે. એટલું જ નહીં પરંતુ આ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે શિખર લીગ સ્ટેજ સુધી ટોપ 5માં હતો. IPLની છેલ્લી 3 સિઝનમાં ધવને 500થી વધુ રન બનાવ્યા હતા અને આ વખતે પણ 450નો આંકડો પાર કર્યો હતો.

Patel Meet