ટીમ ઇન્ડિયાના ધુરંધર બેટ્સમેને 2 બાળકોની માતા અને 10 વર્ષ મોટી છોકરી સાથે કર્યા હતા લગ્ન, પછી લગ્ન જીવનમાં આવ્યો ભૂકંપ

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ધુરંધરે 10 વર્ષ મોટી અને 2 દીકરાની મમ્મી ને પતાવી ગયેલો, હરભજને કરાવી આપ્યું સેટિંગ- અંદરની વિગત વાંચીને મોજ છુટસે

શિખર ધવન અને આયશા 2021માં અલગ થઇ ગયા હતા. 8 વર્ષના લાંબા સંબંધ બાદ બંનેએ પોતાનો રસ્તો અલગ કરવાનો નિર્ણય લીધો હતો. તેમના આ રિલેશને ઘણી ચર્ચાઓ મેળવી હતી. આવું એટલા માટે કારણ કે આ કપલને જોઇને ક્યારેય એવું લાગતુ નહોતુ કે બંને ક્યારેય અલગ પણ થઇ શકે છે. શિખર અને આયશા તેમના લગ્નજીવનમાં ઘણા ખુશ હતા. સોશિયલ મીડિયા પર બંને એકબીજા સાથે ફોટો પણ શેર કરતા હતા.

તસવીરોમાં કપલ ઘણા ખુશ પણ નજર આવતા. શિખર અને આયશાના છૂટાછેડાનું મહત્વનું કારણ તો સામે આવ્યુ નથી પણ આ જોડીની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઇ અને લગ્ન સુધી વાત કેવી રીતે પહોંચી તે વાતો કોઇથી છુપી પણ નથી. શિખર અને આયશાની લવ સ્ટોરી ફેસબુક પર શરૂ થઇ હતી. શિખરે પૂર્વ ક્રિકેટર હરભજન સિંહની ફ્રેન્ડ લિસ્ટમાં આયશાને જોઇ હતી. આયશા એક બોક્સર હતી અને શિખરને તેની તસવીર ઘણી પસંદ આવી હતી.

તે બાદ તેણે આયશાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી અને આયશાના એકસેપ્ચ કર્યા પછી અડધા કલાકની અંદર જ બંનેની ચેટ શરૂ થઇ ગઇ. શિખર અને આયશાની જ્યારે ચેટ શરૂ થઇ તેના ઘણા પહેલા તે તેના પતિ સાથે છૂટાછેડા લઇ ચૂકી હતી. આયશાની બે દીકરીઓ પણ હતી. આયશા ઉંમરમાં પણ શિખર ધવન કરતા 10 વર્ષ મોટી હતી પણ તેમ છત્તાં આયશાની તસવીરો અને વાતોને શિખને બોલ્ડ કરી દીધી.

ફેસબુક પર ચેટિંગનો આ સિલસિલો ચાલતો રહ્યો અને પછી એક દિવસ બંનેની મુલાકાત થઇ ગઇ. પોતાની પહેલી ડેટમાં આ કપલ એકબીજાને ઇમ્પ્રેસ કરવામાં કામયાબ રહ્યા અને મુલાકાતોનો દોર ચાલુ રહ્યો. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ 2009માં સગાઇ કર્યા બાદ વર્ષ 2012માં સિખ રીતિ રિવાજ મુજબ લગ્ન કરી લીધા.

આયશા મુખર્જીના પિતા બંગાળી અને માતા બ્રિટેન નાગરિક હતી. લગ્ન બાદ બંને ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઇ ગયા હતા. જો કે, આયશાનો જન્મ ભારતમાં જ થયો હતો. એવામાં આયશા પાસે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને દેશોની નાગરિકતા છે. શિખર સાથે લગ્ન પહેલા આયશા ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. લગ્ન બાદ તે ભારત શિફ્ટ થઇ ગઇ. જો કે, હવે છૂટાછેડા બાદ ફરીથી તે ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઇ ગઇ છે.

શિખર અને આયશાને લગ્ન બાદ 2012માં એક દીકરો જોરાવર થયો હતો. જે હાલ આયશા સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે. વર્ષ 2021 સુધી તો શિખર અને આયશા વચ્ચે બરાબર ચાલ્યુ પણ અચાનક બંનેના સંબંધમાં ખટાશ આવી ગઇ. પહેલા તો બંને અલગ રહેવા લાગ્યા અને પછી સો.મીડિયા પર આયશાએ પોતાના સંબંધને ખત્મ કરવાની વાત જાહેર કરી.

Shah Jina