સિદ્ધાર્થના નિધન બાદ તૂટી ગયેલ શહેનાઝ ગિલે લીધો મહત્વનો નિર્ણય, જાણી ચાહકોને ધ્રાસકો લાગશે

ટીવી ઇન્ડસ્ટ્રીના મશહૂર અભિનેતા બિગબોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું સપ્ટેમ્બર મહીનાની શરૂઆતમાં જ નિધન થઇ ગયુુ હતુ. તેઓ 40 વર્ષની ઉંમરે આ દુનિયા છોડી જતા રહ્યા. તેમનું નિધન હાર્ટ એટેકને કારણે થયુ હતુ. તેમણે શહેનાઝના ખોળામાં જીવનના છેલ્લા શ્વાસ લીધા હતા. સિદ્ધાર્થના નિધન બાદથી શહેનાઝ ગિલે ચાહકો, સોશિયલ મીડિયા અને અહીં સુધી કે કામથી પણ દૂરી બનાવીને રાખી છે. જેને કારણે તેના નજીકના લોકોને અને ચાહકોને તેની ચિંતા સતાવી રહી છે.

જો કે, સિદ્ધાર્થના નિધનને લગભગ એક મહીનાથી પણ વધારે સમય વીતી ચૂક્યો છે અને હવે શહેનાઝ ધીરે ધીરે સામાન્ય જીવનમાં વાપસી કરી રહી છે. તે આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ “હોંસલા રખ”ના પ્રમોશનમાં વ્યસ્ત છે. શહેનાઝ ગિલ આ સમયે લંડનમાં છે. સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર બાદ પહેલીવાર ચાહકોને શહેનાઝની ઝલક જોવા મળી. આ દરમિયાન ઘણી તસવીરો વાયરલ થઇ હતી. જયાં એકબાજુુ ચાહકો શહેનાઝને જોઇ ઘણા ખુશ હતા તો બીજી બાજુ શહેનાઝ તેની હસી પાછળ દુુખ છુપાવતી જોવા મળી હતી. આ જોઇ કેટલાક લોકોના દિલ પણ તૂટી ગયા હતા.

આ બધા વચ્ચે હવે શહેનાઝને લઇને એક મોટી ખબર સામે આવી છે. વાયરલ થઇ રહેલી ખબર અનુસાર, સિદ્ધાર્થનાા નિધન બાદ શહેનાઝે તેના જીવન સાથે જોડાયેલ એક મહત્વનો નિર્ણય કર્યો છે. તે હંમેશા માટે મુંબઇ છોડી જઇ રહી છે. આનાથી શિડનાઝના ચાહકો ઘણા ચિંતિત થઇ ગયા છે પરંતુ અમે તમને જણાવી દઇએ કે, આ પૂરી હકિકત નથી.

સ્પોટબોયને પોતાાના રીપોર્ટમાં સૂત્રના હવાલે જણાવ્યુુ કે, આ ખબરોમાં કોઇ હકિકત નથી. અત્યાર સુધી આવું બિલકુલ નથી. આ વીડિયોને યૂટયૂબ ચેનલ પર પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો. આ વીડિયો જે ચેનલ પર છે તેનું કંટેંટ સાચુ નથી હોતુ, ઘણા લાઇક્સ અને ટ્રેંડમાં આવવા માટે આવી ખબર બતાવવામાં આવે છે.

શહેનાઝના વર્કફ્રંટની વાત કરીએ તો, તેની અપકમિંગ ફિલ્મ 15 ઓક્ટોબરે રીલિઝ થવા જઇ રહી છે. તેમાં શહેનાઝ ગિલ ફેમસ પંજાબી અભિનેતા દિલજીત દોસાંજ અને સોનમ બાજવા સાથે જોવા મળશે. ચાહકો આ ફિલ્મ માટે ઘણા એક્સાઇટેડ છે.

 

View this post on Instagram

 

A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh)

આ ફિલ્મના પ્રમોશનથી શહેનાઝનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેના ચહેરા પર ઉદાસી જોવા મળી રહી છે. આ વીડિયો જોયા બાદ શિડનાઝના ચાહકોની આંખો નમ થઇ ગઇ છે. શહેનાઝની આવી હાલત તેઓ જોઇ નથી શકતા. ચાહકો શહેનાઝને મજબૂત રહેવા માટે કહી રહ્યા છે.

Shah Jina