મનોરંજન

શહેનાઝ ગિલે અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડની બર્થ ડે પાર્ટીમાં લૂંટી મહેફિલ, પોતાના હાથથી ખવડાવી કેક, પાર્ટીમાં આપ્યા બેસ્ટીવાળા વાઇબ્સ

એક્સ બિગબોસ કંટેસ્ટેંટ અને પંજાબની કેટરીના કૈફ કહેવાતી શહેનાઝ ગિલ છેલ્લા થોડા સમયથી ઘણી ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા જ સલમાન ખાનની બહેન અર્પિતા ખાનની ઈદ પાર્ટીમાં શહેનાઝ જોવા મળી હતી. તે સમયની તેની તસવીરો અને વીડિયો જોરદાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે ફરી એકવાર શહેનાઝ ગિલ ખાન પરિવાર સાથે જોવા મળી હતી.

શહેનાઝ તાજેતરમાં અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાનીની બર્થડે પાર્ટીમાં જોવા મળી હતી. જ્યાં તેણે એન્ટ્રી કરીને લાઇમલાઇટ લૂંટી લીધી હતી. આ બર્થડે દરમિયાનની તસવીરો અને વીડિયો શહેનાઝના સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. બર્થ ડે બેશમાં શહેનાઝ ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે સફેદ કોર્સેટ ટોપ સાથે સફેદ પેન્ટ પહેર્યું હતું, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ દેખાતી હતી.

ત્યાં, જોર્જિયા એન્ડ્રિયાનીએ તેના જન્મદિવસ માટે બ્લેક કલરનો શોર્ટ બોડીકોન ડ્રેસ પસંદ કર્યો હતો, જેમાં તેનો લુક જોવાલાયક હતો. શહેનાઝ અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડને પ્રેમથી કેક ખવડાવતી જોવા મળી હતી, ત્યારબાદ તેણે જોર્જિયાના ગાલ પર સ્વીટ કિસ પણ કરી હતી. .કેક સેરેમની બાદ અરબાઝ અને શહનાઝ કંઈક વાત કરતા પણ જોવા મળ્યા હતા. બધા એક સાથે પાર્ટીમાંથી બહાર આવ્યા હતા અને અહીં શહનાઝ અને જોર્જિયાની મિત્રતા જોવા જેવી હતી.

એક વીડિયોમાં શહનાઝ ગિલે તેના ચાહકોને પોતાની આર્મી કહી હતી. જોર્જિયાની બર્થડે પાર્ટીમાંથી બહાર નીકળતી વખતે મીડિયાએ શહનાઝ ગિલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે શહનાઝ ગિલને તેના ચાહકો માટે પણ કંઈક કહેવા કહ્યું. આનો જવાબ આપતા પંજાબની કેટરીના કૈફે કહ્યું, ‘મારા ફેન્સ મારી આર્મી છે. મારો આપ સૌને પ્રેમ.’

અરબાઝ ખાન અને જોર્જિયા એન્ડ્રિયાની છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. મલાઈકાથી છૂટાછેડા બાદ અરબાઝ અને જોર્જિયા ઘણા ચર્ચામાં રહે છે. જોર્જિયા એન્ડ્રિયાની એક ઇટાલિયન ડાન્સર અને અભિનેત્રી છે.શહેનાઝ ગિલની વાત કરીએ તો હવે તે ફિલ્મોમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. તે સલમાન ખાનની ફિલ્મ કભી ઈદ કભી દિવાળીમાં જોવા મળશે. થોડા દિવસો પહેલા સેટ પરથી તેનો એક વીડિયો વાયરલ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તે ભારતીય લુકમાં વેનિટી વેનમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં તે દક્ષિણ ભારતીય યુવતીનો રોલ કરી રહી છે. આ ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત આયુષ શર્મા, ઝહીર ઈકબાલ અને પૂજા હેગડે પણ છે. તેનું નિર્દેશન ફરહાદ સામજી કરી રહ્યા છે.

વેલ, એ કહેવું ખોટું નથી કે શહનાઝ ગિલ હવે ખાન પરિવારની ખૂબ નજીક આવી ગઈ છે. થોડા દિવસો પહેલા, તે સલમાન ખાનની બહેન અર્પિતા ખાનની ઈદ પાર્ટીમાં પણ ગઈ હતી, જ્યાં ‘ભાઈજાન’ સાથે તેની બોન્ડિંગ સ્પષ્ટ દેખાઈ રહી હતી.