કાંટા લગની શેફાલીએ રેડ કલરની….ઉફ્ફ્ફ સ્વિમિંગ પુલમાં એવી એવી તસવીરો ખેંચાવી કે ફેન્સ હલબલી ગયા

કાંટા લગાની સૌથી બોલ્ડ અભિનેત્રીએ ન પહેરવાનું પહેરીને ફેન્સને શરમાવી દીધા, જુઓ PHOTOS

‘કાંટા લગા ગર્લ’ નામથી મશહૂર અભિનેત્રી અને ‘બિગબોસ’ની એક્સ કંટેસ્ટન્ટ શેફાલી જરીવાલા લુક અને બેબાકી માટે હંમેશા ચર્ચામાં રહે છે. આ સાથે શેફાલી ચુલબુલ અંદાજ અને ખૂબસુરતી માટે જાણિતી છે. “બિગબોસ 13″ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી શેફાલી જરીવાલાએ ફરી એકવાર તેની હોટ તસવીરોથી ઇન્ટરનેટનું તાપમાન વધાર્યુ છે.

શેફાલી આ દિવસોમાં સતત તેના અલગ અલગ ફોટોશૂટથી ચાહકોના દિલની ધડકન વધારી રહી છે. તેણે હાલમાં જ તેનું લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યુ હતુ અને હવે તેણે ફરી રેડ આઉટફિટમાં સ્વિમિંગ પુલની તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે.

શેફાલી પાણીની વચ્ચે હોટ આઉટફિટમાં પોઝ આપી રહી છે. આ તસવીરોમાં તે ઘણી બોલ્ડ લાગી રહી  છે. આ તસવીરોને જોઇ ચાહકો પ્રશંસાના પુલ બાંધી રહ્યા છે. શેફાલી ઘણીવાર તેની બોલ્ડ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર કહેર વરસાવી રહી છે. ચાહકોએ કમેન્ટ કરી લખ્યુ કે, પાણીમાં આગ લગાવી દીધી.

શેફાલીએ આ તસવીરો શેર કરતાની સાથે લખ્યુ છે કે, માનસિક રીતે હું આજે પણ ત્યાં છું, તેણે તેની આ થ્રોબેક તસવીરો શેર કરી છે. તે છેલ્લા દિવસોમાં તેના પતિ સાથે માલદીવ વેકેશન મનાવવા ગઇ હતી અને તેણે ત્યાંથી ખૂબ ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરી હતી.

તમને જણાવી દઇએ કે, શેફાલી વર્ષ 2002માં આવેલ “કાંટા લગા” ગીતથી મશહૂર થઇ હતી. તેને આ ગીતથી જબરદસ્ત પોપ્યુલારિટી મળી હતી. શેફાલી જરીવાલા “બિગબોસ 13″માં જોવા મળી હતી અને તે ખૂબ જ ચર્ચામાં પણ રહી હતી.

શેફાલી જરીવાલાએ ‘બિગબોસ 13’માં જોરદાર પારી રમી હતી અને તેના ધમાકેદાર અંદાજથી તે ચાહકોનું દિલ જીતવામાં પણ સફળ રહી હતી. શેફાલીની જે તસવીર વાયરલ થઇ રહી છે તેમાં તે તેના પતિ અને અભિનેતા પરાગ ત્યાગી સાથે જોવા મળી રહી છે.

તમને જણાવી દઇએ કે, વર્ષ 2002માં ‘કાંટાં લગા’ ગીતથી શેફાલીની પોપ્યુલારિટીનો ગ્રાફ ઝડપથી વધ્યો હતો. આ ગીત રીલિઝ થયા બાદ તેની ઘણી સરાહના થઇ હતી. ત્યાં જ વર્ષ 2005માં તેણે હરમીત ગુલજાર સાથે લગ્ન કરી લીધા, પરંતુ આ લગ્ન વધારે સમય ટકી શક્યા નહિ અને વર્ષ 2009માં તેમનો તલાક થઇ ગયો.

શેફાલીએ તે બાદ વર્ષ 2014માં ટીવી અભિનેતા પરાગ ત્યાગી સાથે લગ્ન કરી લીધા. શેફાલી અને પરાગ બંને સોશિયલ મીડિયા પર ઘણીવાર રોમેન્ટિક તસવીરો શેર કરતા હોય છે. ચાહકો શેફાલીની ખૂબસુરતીની પણ ઘણી પ્રશંસા કરતા જોવા મળે છે.

Shah Jina