શીઝાન ખાનને ચંપલ વગર કોર્ટમાં ઘસેડતી જોવા મળી પોલિસ, વીડિયો સામે આવતા જ ભડક્યા લોકો, કહ્યુ- હજી આરોપ સાબિત નથી થયો

શીઝાન થાનને પોલિસે ચંપલ વગર રસ્તા પર ઘસેડ્યો ? ભડકેલા લોકો બોલ્યા- આ કેવો ન્યાય છે …

તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં તેના એક્સ બોયફ્રેન્ડ અને કો સ્ટાર શીઝાન ખાનની મુશ્કેલીઓ વધતી જણાઇ રહી છે. તુનીષાના પરિવારે અભિનેત્રીના મોત માટે શીઝાન ખાનને જવાબદાર ગણાવ્યો છે. શીઝાન હાલ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ તેની સતત પૂછપરછ કરી રહી છે. ગતરોજ શીઝાનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ જે રીતે શીઝાનને
કોર્ટમાં લઇ જઇ રહી હતી, તેનો વીડિયો સામે આવ્યા બાદ લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. શીઝાન ખાન 28 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં હતો.

તેને ગઇકાલના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેના રિમાન્ડ વધાર્યા છે અને હવે તે 30 ડિસેમ્બર સુધી પોલિસ કસ્ટડીમાં રહેશે. શીઝાનને કોર્ટમાં લઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં શીઝાન બ્લૂ હૂડી અને જીન્સમાં જોવા મળી રહ્યો છે. શીઝાન ઉઘાડે પગે છે, તેણે પગમાં ચંપલ પણ પહેર્યા નથી. પોલીસ શીઝાનને કારમાંથી ખેંચીને લઈ જતી જોવા મળે છે. વાસ્તવમાં, ત્યાં પેપરાજી અને લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી, તેથી પોલીસ તેમને ટાળવા માટે શીઝાનને ઝડપથી લઈ જઇ રહી હતી.

પરંતુ લોકોને પોલીસની આ રીત પસંદ ન આવી. પોલીસ જે રીતે શીઝાનને ચંપલ વગર રોડ પર ઘસેડી રહી છે તે અંગે લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. વાયરલ વીડિયો પર એક યુઝરે લખ્યું- આ ખૂબ જ ખરાબ છે. શું તેણે કબૂલાત કરી છે અથવા તેની સામે પુરાવા મળ્યા છે ? પોલીસ તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરી રહી છે. અન્ય યુઝરે લખ્યું- હજી તે દોષી સાબિત થયો નથી.બીજાએ લખ્યુ, “આ શરમજનક વર્તન છે.” એકે કહ્યું, “કોઈની સાથે આવું વર્તન કરવું અમાનવીય છે.”

આ સિવાય ઘણા યુઝર્સ શીઝાન પ્રત્યે પોલીસના વલણને ખોટું ગણાવીને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, 24 ડિસેમ્બરે તુનિષા શર્માએ ટીવી શો ‘અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ’ના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. અભિનેત્રીની આત્મહત્યા બાદ તેની માતાએ પુત્રીના પૂર્વ બોયફ્રેન્ડ અને કો-સ્ટાર શીઝાન ખાન પર આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ પોલીસે શીઝાનની ધરપકડ કરી હતી. તુનિષા શર્મા અને શીઝાન ખાન રિલેશનશિપમાં હતા.

પરંતુ તુનિષાના મોતના પંદરેક દિવસ પહેલા બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. બ્રેકઅપને કારણે તુનિષા તણાવમાં હતી. તુનીષાની માતાનું કહેવું છે કે શીઝાન તુનીષા સાથે છેતરપિંડી કરી રહ્યો હતો. શીઝાનના અન્ય યુવતીઓ સાથે પણ સંબંધો હતા. શીઝાને તુનીષા સાથે લગ્ન કરવાનું વચન આપીને તેમની પુત્રીને દગો આપ્યો છે. જો કે, શીઝાન તુનીષા સાથેના તેના બ્રેકઅપનું કારણ વારંવાર બદલી રહ્યો છે. હવે જોવાનું છે કે તુનીશા આત્મહત્યા કેસ આગામી દિવસોમાં શું વળાંક લેશે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Shah Jina