જાણો કોણ હતા સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સામેલ સંદિગ્ધ શૂટર ? CCTC ફુટેજમાં દેખાય તેમના ચહેરા, જુઓ વીડિયો

થોડા દિવસ પહેલા જ પંજાબના લોકપ્રિય ગાયક સિદ્ધુ મુસેવાલાની ધોળા દિવસે ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી, પોલીસ પણ આ હત્યા કેસની તપાસ ખુબ જ જોર શોરથી કરી રહી છે. ત્યારે હાલ સિદ્ધુ મુસેવાલાના મોતની તપાસમાં એક મહત્વની માહિતી સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે મુસેવાલાની હત્યામાં કથિત રીતે સામેલ બે શંકાસ્પદ શાર્પ શૂટર્સ હરિયાણાના સોનીપતના રહેવાસી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર શંકાસ્પદ શાર્પ શૂટરોની ઓળખ પ્રિયવ્રત ફૌજી અને અંકિત સેરસા જાટી તરીકે થઈ છે, જેઓ સોનીપતના રહેવાસી છે. મિરર નાઉના સમાચાર અનુસાર સિસાણા ગડી ગામના રહેવાસી પ્રિયવ્રતા ફૌજી પર પણ ગેંગસ્ટર બિટ્ટુ બરોનાના પિતાની હત્યાનો આરોપ છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયવ્રત ફૌજી પહેલા રામકરણ ગેંગનો સભ્ય હતો અને ત્યાં શાર્પ શૂટર તરીકે કામ કરતો હતો.

પોલીસ રેકોર્ડમાં ફૌજી સામે ડઝનબંધ ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે, જેમાં બે હત્યાના કેસનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, અંકિત વિરુદ્ધ કોઈ ગુનાહિત કેસ નોંધાયેલ નથી, જે કથિત રીતે મુસેવાલાની હત્યામાં સામેલ હતો. આ પહેલા શુક્રવારે મૂઝવાલાની હત્યામાં કથિત રીતે સામેલ ગુનેગારોની તસવીરો સામે આવી હતી. ગામના સીસીટીવી ફૂટેજમાં ગુનેગારો ઘટનાને અંજામ આપ્યા બાદ ગામમાંથી ભાગતા જોવા મળ્યા હતા.

સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે ઘટના પહેલા એક સફેદ અલ્ટો કાર પસાર થાય છે અને પછી ગુનેગારો સફેદ બોલેરો કારમાં સ્થળ પરથી ભાગી જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બે વાહનોમાં શાર્પ શૂટર્સ આવ્યા હતા જેમણે મુસેવાલાની હત્યા કરી અને પછી ફરાર થઈ ગયા. મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર સીસીટીવીમાં દેખાતી તસવીરોમાં બોલેરોની નંબર પ્લેટ અને નંબર પ્લેટ મેચ થઈ ગઈ છે.

પોલીસે ફતેહાબાદમાંથી સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ એ જ સફેદ બોલેરો કાર છે જે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના ચાર દિવસ પહેલા ત્યાં જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે વાહનનો રજીસ્ટ્રેશન નંબર પણ નકલી છે.

Niraj Patel