પ્રેમી કરતો હતો પ્રેમિકાને અઢળક પ્રેમ, પરંતુ પ્રેમિકા છોડાવવા માંગતી હતી પીછો, પછી એવી રીતે પ્રેમીની હત્યા કરી નાખીને કે વાંચીને કાળજું કંપી ઉઠશે… જાણો સમગ્ર મામલો

અંધવિશ્વાસ અને કુંડળીના ચક્કરમાં આવીને પ્રેમિકાએ લીધો પ્રેમીનો જીવ, ફિલ્મો કરતા પણ ખતરનાક આખી કહાની રૂંવાડા ઉભા કરી દેનારી, જુઓ

Sharon Raj Murder case : ગુજરાત સમેત દેશભરમાં હત્યાના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે, કેટલાક મામલાઓ અંગત અદાવતના કારણે હત્યા કરી હોવાના સામે આવે છે તો કેટલાક મામલાઓમાં પ્રેમ પ્રસંગોના કારણે હત્યા થઇ જતી હોય છે. પરંતુ હાલ એક એવો મામલો ચર્ચાઈ રહ્યો છે જેમાં પ્રેમિકાએ પ્રેમની એક એવા કારણે હત્યા કરી નાખી જેના વિશે કોઈ વિચારી પણ ના શકે.

આ મામલો ગયા વર્ષનો છે જેમાં કેરળમાં 23 વર્ષની રેડિયોલોજી સ્ટુડન્ટના મોતના મામલામાં તિરુવનંતપુરમ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે શેરોન રાજની હત્યા તેની ગર્લફ્રેન્ડ ગ્રીષ્માએ કરી હતી. તેણે મીટિંગના બહાને શેરોનને ઘરે બોલાવી અને પછી જ્યુસમાં જંતુનાશક ભેળવીને તેને પીવડાવ્યું.

જણાવી દઈએ કે 25 ઓક્ટોબર 2022ના રોજ પ્રેમી શેરોન રાજનું તિરુવનંતપુરમ મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત થયું હતું.  શેરોન ઘરે પહોંચતા જ તેની તબિયત બગડવા લાગી. શેરોનના ભાઈને ખબર હતી કે તે ગ્રીષ્માના ઘરે ગયો હતો એટલે તેણે ગ્રીષ્માને બોલાવીને પૂછ્યું કે તેં શેરોનને કંઈ ખવડાવ્યું છે?

છોકરીએ ખોટું કહ્યું કે ના, શેરોન તેના ઘરે કંઈ ખાધું પીધું નથી. ત્યારબાદ પરિવારના સભ્યો શેરોનને બેભાન અવસ્થામાં લઈને હોસ્પિટલ પહોંચ્યા. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. મેડિકલ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે શેરોનનું મોત ઝેરના કારણે થયું છે. પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો તેઓએ ગ્રીષ્માની પણ પૂછપરછ કરી.

તેણે જણાવ્યું કે તે શેરોન સાથે છેલ્લા એક વર્ષથી રિલેશનશિપમાં હતી. પરંતુ આ દરમિયાન તેના લગ્ન બીજે ક્યાંક નક્કી થઈ ગયા. તે પછી પણ બંનેનું અફેર ચાલુ જ હતું. પરંતુ લગ્નની તારીખ નજીક આવતા જ ગ્રીષ્મા આ સંબંધનો અંત લાવવા માંગતી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે તેણે આ મુદ્દે શેરોન સાથે પણ વાત કરી હતી, પરંતુ તે સહમત ન હતો. તેણે તેને પ્રેમથી સમજાવવાની કોશિશ પણ કરી. પરંતુ બોયફ્રેન્ડ તેને છોડવા તૈયાર નહોતો.

ગ્રીષ્માએ એ વાત પણ કબૂલી કે તેના પરિવારજનોએ તેના લગ્ન બીજે નક્કી કર્યા હતા. જે આર્મી ઓફિસર હતો. ગ્રીષ્માના પરિવારે બંનેની કુંડળી પણ મળાવી હતી. જેમાં જ્યોતિષે કહ્યું હતું કે ગ્રીષ્માના લગ્ન બાદ તેનો પહેલો પતિ મોતને ભેટશે. જેના કારણે ગ્રીષ્મા ઇચ્છતી નહોતી કે તેનો ઘર સંસાર શરૂ થતા પહેલા જ તૂટી જાય.

આ કારણે ગ્રીષ્માએ શેરોન સાથે ખાનગીમાં લગ્ન પણ કરી લીધા હતા અને લગ્ન બાદ તેને શેરોનને બ્રેકઅપ કરવાનું પણ કહ્યું. પરંતુ તે તૈયાર ના થયો. જેના બાદ ગ્રીષ્મા શેરોનને આયુર્વેદિક જ્યુસના નામ પર ઝેર પીવડાવી રહી હતી. શેરોન જયારે પણ ગ્રીષ્માને મળીને આવતો તેની તબિયત ખરાબ થતી, પરિવારે તેને જણાવ્યું કે ગ્રીષ્માએ તેને કઈ ખવડાવ્યું છે પરંતુ પ્રેમમાં અંધ બનેલો શેરોન માનવા તૈયાર નહોતો. આખરે તેના મોત બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસા થતા ગ્રીષ્મા શંકાના દાયરામાં આવતા આખો મામલો સામે આવ્યો.

Niraj Patel