અક્ષર પટેલ, KL રાહુલ, હાર્દિક બાદ હવે ટીમ ઇન્ડિયાનો આ ફાસ્ટ બોલર પણ ચઢશે ઘોડીએ, શરૂ થઇ ગઈ તેના લગ્નની તૈયારીઓ.. જુઓ કોણ બનશે દુલ્હનિયા

ખુશખબરી: મિતાલી સાથે લગ્ન કરશે શાર્દુલ ઠાકુર, મોટી મોટી હસ્તીઓ ઉમટી આવશે- જુઓ તસવીરો

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને સામાન્ય માણસની જેમ સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે હાલમાં ટીમ ઇન્ડિયામાં પણ લગ્નનો માહોલ ચાલી રહ્યો હોય તેમ લાગે છે અને એક પછી એક ખેલાડીઓ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. પહેલા KL રાહુલે સુનિલ શેટ્ટીની દીકરા આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા, જેના બાદ ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ મેહા સાથે લગ્નના બંધનમાં બંધાયો.

જેના બાદ ટી-20 ટીમના કપ્તાન અને ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ ફરીવાર ઘોડીએ ચઢ્યો હતો અને તેની પત્ની નતાશા સાથે ઉદેપુરમાં ભવ્ય લગ્ન કર્યા. ત્યારે હવે વધુ એક ખેલાડી પણ લગ્નના બંધનમાં બંધાવવા માટે જઈ રહ્યો છે. આ ખેલાડી છે ટીમ ઇન્ડિયાનો ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર. મીડિયા રિપોર્ટ અનુસાર શાર્દુલ 27 ફેબ્રુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

શાર્દુલ ઠાકુરે નવેમ્બર 2021માં મિતાલી પારુલકર સાથે સગાઈ કરી હતી અને હવે લાંબા ઈંતજાર બાદ તેના લગ્નની ખબર પણ સામે આવી શકે છે. શાર્દુલ અને મિતાલી પહેલા T20 વર્લ્ડ કપ 2022 પછી લગ્ન કરવાના હતા, પરંતુ બાદમાં પ્લાનમાં ફેરફાર થયો અને તેમને 2023માં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ બંને લાંબા સમયથી રિલેશનશિપમાં છે.

સગાઈ બાદ ચાહકો પણ એ જાણવા માટે ઉત્સુક થયા હતા કે શાર્દુલની બનવા વાળી દુલ્હનિયા મીતાલુ પારુલકર કોણ છે ? જેના પ્રેમમાં ભારતીય ક્રિકેટર બોલ્ડ બની ગયો હતો. રિપોર્ટ્સ અનુસાર, મિતાલી એક બિઝનેસવુમન છે. તે ‘ધ બેક્સ’ના સ્થાપક છે. તેનો ધંધો થાણેમાં ચાલે છે. શાર્દુલનો સગાઈ સમારોહ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં યોજાયો હતો, જેમાં નજીકના સંબંધીઓ અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી.

શાર્દુલે ઓગસ્ટ 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી, તેણે ટીમ ઈન્ડિયા માટે કુલ 8 ટેસ્ટ, 34 ODI અને 25 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. શાર્દુલ બોલ અને બેટ બંનેથી ટીમ માટે સારું યોગદાન આપી રહ્યો છે. ટેસ્ટમાં તેણે બોલિંગમાં 27 વિકેટ લીધી છે અને બેટિંગમાં 254 રન બનાવ્યા છે. આ સિવાય તેણે વનડેમાં કુલ 50 વિકેટ લીધી છે અને બેટિંગમાં 298 રન બનાવ્યા છે. આ ઉપરાંત શાર્દુલને T20 ઇન્ટરનેશનલમાં અત્યાર સુધીમાં 33 સફળતા મળી છે અને તેણે બેટિંગમાં 69 રન બનાવ્યા છે.

Niraj Patel