1 જાન્યુઆરીએ બની રહ્યો છે દૂર્લભ સંયોગ, શનિનો પ્રકોપ દૂર કરવા અપનાવો આ ઉપાય

શનિવારથી નવા વર્ષનો આગાજ થવા જઈ રહ્યો છે. જેમ વર્ષ બદલાશે તેમ રાશિમાં પરિવર્તન આવશે. શનિ પોતાની રાશિ બદલી રહ્યો છે. શનિ જ્યારે રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની અસર દરેક જાતકો પર થાય છે. તેથી શનિના પ્રકોપથી બચવા માટે નવા વર્ષનો પહેલો મહિનો ખાસ છે. આ અંગે જ્યોતિષીઓ પણ કહે છે કે 2022માં શનિની અસર દરેક લોકો પર રહશે. તેની ખરાબ અસરથી મુક્તિ મેળવવી હોય તો પ્રથમ દિવસે જ તમારે ઉપાયો કરવા પડશે.

આ અંગે સો પ્રથમ તમે સ્વચ્છ કપડા પહેરીને ભગવાનની સામે બેસો અને દીવો પ્રગટાવો. ત્યાર બાદ ગજાનની પૂજા કરો. ત્યારબાદ ભગવાન શંકરને મનોમન યાદ કરો અને 108 વાર ઓમ નમ: શિવાયનો જાપ કરો. એટલુ જ નહીં તમે શિવ મંદિરે જઈને જળ પણ અર્પણ કરી શકો છો. જ્યાં તમારે 11 વખત મહામૃત્યુંજયનો જાપ કરો.

આ ઉપરાંત 2022માં આવતા પ્રથમ શનિવારે વહેલા ઉઠીને સ્નાન કરી તેલનું દાન કરવું. આ માટે તમારે એક વાસણમાં તેલ લેવુ અને તેમા તમારો ચહેરો જોઈ ત્યારબાદ આ તેલ કોઈ ગરીબ વ્યક્તિને દાન કરી દેવું. હનુમાનજીના મંદિરે જઈ હનુમાન ચાલિસાનો પાઠ કરો અને સિંદુર ચઢાવો. એવી માન્યતા છે કે હનુમાનજીની પૂજા કરવાથી શનિનો પ્રકોર દૂર થાય છે.

જો તમારે નવા વર્ષ શનિદેવને પ્રસન્ન કરવા હોય તો 1 જાન્યુઆરીના રોજ ઘરમાં સરસવના તેલના દીવાથી  તેમની પૂજા કરો. આ દિવસે કાળા તલ, કાળા અળદ, કાળી છત્રી અને લોખંડનું દાન કરવાથી લાભ થશે.  શનિ મંદિરમાં જઈને પૂજા પણ કરી શકો છે. ગરીબ લોકોને ભોજન પણ કરાવી શકો છે.

YC