શનિવારના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે કરો બસ આટલુ, ચમકી જશે કિસ્મત

શનિદેવનું નામ આવતા જ મનમાં અનેક સવાલો ઉઠવા લાગે છે, પરંતુ શું તમે જાણો છો કે શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ મનુષ્યના શુભ અને અશુભ કર્મોનું ફળ આપે છે. આવા ખરાબ કાર્યો કરનારાઓને શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડે છે, જ્યારે પરોપકારી લોકો પર શનિદેવની કૃપા હોય છે. જો કે અજાણ્યા લોકો દ્વારા ઘણી બધી ભૂલો થતી હોય છે, આવી સ્થિતિમાં શનિદેવને પ્રસન્ન કરવા માટે તમે આટલું કામ કરજો. તમારુ ભાગ્ય ચમકી જશે. જો કોઇ વ્યક્તિની કુંડળીમાં શનિ નબળો હોય તો તે વ્યક્તિએ અશુભ પરિણામો ભોગવવા પડે છે.

જો શનિ મજબૂત હોય તો નસીબ સાથ આપે છે અને સારા પરિણામ પ્રાપ્ત થાય છે.શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ શનિદેવની પૂજા કરો. હિન્દુ ધર્મ અનુસાર શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. તેઓ બધાના સારા-નરસા કર્મોનો હિસાબ રાખે છે અને તે અનુસાર ફળ આપે છે. જ્યોતિષ શાસ્ત્રમાં એક સરળ ઉપાય બતાવવામાં આવ્યો છે. જેમાં શનિવારની સાંજે સૂર્યાસ્ત બાદ ગાયને તેલવાળી રોટલી ખવડાવવી જેના કારણે કુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત થાય છે.

આ ઉપરાંત શનિદેવને પ્રસન્ન કરવા માટે ભક્ત વ્રત કરે છે અને પૂજા પાઠ કરે છે. તેમજ શનિવારના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સવારે ઉઠીને સ્નાન કરવું અને . નિવૃત્ત થયા બાદ શનિદેવની પૂજા કરવી જોઈએ. જેનાથી જીવનમાં દુ:ખ, કલેશ અને અસફળતા દૂર થઈ જાય છે. વ્યક્તિના જીવનમાં સૌભાગ્ય આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સરસિયાના તેલમાં લોખંડની ખીલી નાખીને તેનું દાન કરવું અને આને કારણે વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે. કાંસાની વાટકીમાં સરસિયાનું તેલ લઈને તેમાં તમારો ચહેરો જોવો અને શનિદેવના મંદિરે મુકી આવો.

શનિદેવને પ્રસન્ન કરવાના અન્ય ઉપાય :
સૂર્યાસ્ત પછી પીપળા પાસે દીવો પ્રગટાવો જે એકાંત સ્થાન અથવા મંદિરમાં હોય. આ ઉપાય કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે.

શનિદેવને તેલ ચઢાવો અને પૂજા કરો. શનિદેવને વાદળી ફૂલ અર્પણ કરો. શનિદેવની પૂજા કરતી વખતે શનિદેવની મૂર્તિના સીધા દર્શન ન કરો.

પીપળાને જળ ચઢાવો, પૂજા કરો અને સાત પરિક્રમા કરો. કોઈ ગરીબને ભોજન અર્પણ કરો, આ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને દરિદ્રતા દૂર થાય છે.

દર શનિવારે સવારે સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થયા પછી તેલનું દાન કરો. આ માટે એક વાસણમાં તેલ લો અને તેમાં તમારો ચહેરો જુઓ, પછી તે તેલ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો.

હનુમાનજીને સિંદૂર અને ચમેલી અર્પણ કરો. હનુમાન ચાલીસા વાંચો. હનુમાન બાબાની પૂજા કરનારને શનિ પણ પરેશાન કરતા નથી.

Shah Jina