શનિદેવના પ્રકોપથી બચવું હોય તો બસ આટલું કરો
શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિવારનો દિવસ ભગવાન શનિદેવને સમર્પિત છે. ભગવાન શનિદેવ એકમાત્ર એવા દેવ છે જેમના પ્રકોપથી દેવતાઓ પણ ડરે છે. તે જેના ઉપર પોતાની વક્રદૃષ્ટિ નાખે છે તેનો વિનાશ નક્કી જ હોય છે. શનિદેવને એટલા માટે ન્યાયના દેવતા કહેવામાં આવૅ છે કે તે ધર્મનું પાલન કરે છે અને ખોટા કામ કરનારને સજા પણ આપે છે.

એવું પણ કહેવામમાં આવે છે કે જે લોકો શનિદેવના નામે દાન કરે છે તેમને દેવામાંથી પણ મુક્તિ મળે છે અને શત્રુઓ ઉપર પણ વિજય પ્રાપ્ત થાય છે. સાથે જ બીમારીઓમાંથી પણ છુટકારો મળે છે. એટલું જ નહિ શનિદેવની પૂજા કરવાથી સાડા સાતીની પનોતીમાંથી પણ મુક્તિ મળે છે. જો તમે પણ શનિદેવના પ્રકોપથી અથવા તો સાડા સાતીથી હેરાન થતા હોય તો આજે અમે તમને કેટલાક ઉપાય જણાવીશું,જેનાથી તમારા જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થશે.

શનિદેવની સાડા સાતીથી બચવાનો ઉપાય:
1. દરેક શનિવારના દિવસે લાલ રંગના વસ્ત્રો ધારણ કરીને હનુમાનજીની સામે ઉભા રહો. હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવ શાંત રહે છે.
2. જે જાતક ઉપર ભગવાન શનિદેવની વક્ર દૃષ્ટિ પડી જાય છે, તેને લાંબી બીમારીનો સામનો કરવો પડી શકે છે. એવા જાતકોના કામમાં પણ અવરોધ આવે છે. નોકરી સાથે જોડાયેલા રસ્તાઓમાં પણ કઠિનાઈ આવે છે. જો શનિદેવની પૂજા યોગ્ય વિધિ વિધાન સાથે કરવામાં આવે તો તમને જરૂર લાભ થાય છે.

3. નિયમિત રૂપે શનિવાર અને મંગળવારના દિવસે હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરવો, જો તમે તેમના દર્શન પણ કરો છો તો તમને વધારે લાભ થશે.
4. એવી માન્યતા પણ છે કે શનિદેવનું આધિપત્ય લોખંડ ધાતુ ઉપર રહેલું છે કારણ કે લોખંડની રિંગ શનિદેવની શક્તિઓને નિયંત્રિત કરવામાં કામ આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે લોખંડની બનેલી રિંગ શનિદેવની પીડાને દૂર કરવામાં પણ ઘણી જ ફાયદાકારક છે. લોખંડની રિંગને શનિવાર સિવાય કોઈપણ દિવસે ઘરે લઇ આવવી અને શનિવારના દિવસે સવારે સરસવના તેલમાં ડુબાડીને રાખી દેવી.

શનિદેવનું વ્રત કરવા માટેના વિધિ-વિધાન:
1. શનિવારના દિવસે શનિદેવનું વ્રત કોઈપણ કરી શકે છે. ભલે તે સ્ત્રી હોય કે પુરુષ. આ વ્રતને કરવા માટેનો સૌથી સારો સમય શ્રાવણ માસના શનિવારનો હોય છે. કારણ કે આ દિવસે વ્રત શરૂ કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે.
2. વ્રત કરવા માટે શનિવારના દિવસે શનિદેવની પ્રતિમાને પંચામૃતથી સ્નાન કરાવો અને પ્રતિમાને કાળા રંગના ફૂલ, ધૂપ, દિપક અને પ્રસાદ ચઢાવો.
3. મહિનાના પહેલા શનિવારે અડદનો ભાત, બીજા શનિવારે ખીર, ત્રીજા શનિવારે ખાજલી અને છેલ્લા શનિવારે ઘી અને પૂરીનો ભોગ લગાવવો.

4. શનિવારના દિવસે કાળા કુતરા અને કાગડાને તેલ ચોપડેલી રોટલી અથવા તો ગુલાબ જામ્બુ ખવડાવવાથી વધારે લાભ થશે.
5. શનિદેવની પૂજા કર્યા બાદ પીપળાના ઝાડને સુતરના દોરાથી વીંટતા સાત વાર પરિક્રમા કરવી અને સાથે જ વૃક્ષની પૂજા પણ કરવી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.