શનિના પ્રકોપથી બચવા આ એક વસ્તુ ઘરમાં અવશ્ય રાખો, થઈ જશો ધનવાન
ભારતીય શાસ્ત્રોમાં જ્યોતિષનું ખુબ મહત્વ છે. જ્યોતિષમાં ગ્રહ, નક્ષત્ર, રાશિને લઈને ઘણી વાતો કહેવામાં આવી છે. તો બીજી તરફ જ્યોતિષ શાસ્ત્રમાં શનિ દેવનું વિશેષ મહત્વ છે કારણ કે, તે જીવનના અનેક પાસાઓ પર અસર કરે છે. અશુભ શનિ પૈસા, સન્માન, સ્વાસ્થ્ય અને સંબંધો પર ખરાબ અસર પહોંચાડે છે. તેથી જો કુંડળીમાં શનિ ગડબડ હોય કે શનિની મહાદશા ચાલી રહી હોય તો શનિની વાંકી દ્રષ્ટીથી બચવા માટે ઉપાયો જરૂર કરવા જોઈએ. શનિના કારણે આવી રહેલી આર્થિક મુશ્કેલીને દૂર કરવા માટે જ્યોતિષ શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે.
શનિના પ્રકોપથી બચવા માટે શનિ સાથે સંબંધિત વસ્તુનું દાન કરવાની જ્યોતિષાચાર્યો સલાહ આપે છે. આ ઉપરાંત ઘોડાની નાળને શનિ દોષથી મુક્ત થવા માટે બહુ પ્રભાવી માનવામાં આવે છે. તેથી શનિ દોષથી પ્રભાવિત વ્યક્તિને ઘોડાની નાળથી બનેલી અંગુઠી પહેરવાની સલાહ જ્યોતિષાચાર્યો દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત ઘર કે દુકાનની બહાર ઘોડાની નાળ સ્થાપિત કરવાની સલાહ આપવામા આવે છે. આવું કરવાથી જે લોકોની કૂંડળીમાં શનિનો દોષ ચાલી રહ્યો છે તે દૂર થાય છે અને તેની આર્થિક પ્રગતિમાં આવી રહેલી સમસ્યામાંથી પણ છૂટકારો મળે છે.
જો ખુબ મહેનત કરવા છતા તમારા ઘરમાં પૈસા ન ટકતા હોય તો ઘોડાની નાળ તમારી મદદ કરી શકે છે. ઘણી વખત લોકોને મહેનત પ્રમાણમાં ફળ નથી મળતું અથવા જે કામ શરૂ કરે તેમા આર્થિક નુકશાન વેઠવું પડે છે. આ બધી વસ્તુથી છૂટકારો મેળવવા તમે તિજોરીમાં કે જ્યાં ઘરમાં તમે પૈસા રાખતા હોય ત્યાં નાળ રાખી દો. તેનાથી તમારા ઘરમાં પૈસાની તંગી નહીં રહે. આ ઉપાય કરવાથી શનિ દેવની વાંકી દ્રષ્ટીમાંથી તમને છૂટકારો મળશે અને પૈસાની આવક વધવા લાગશે. સાથે સાથે વેપારમાં થઈ રહેલી નુકસાની પણ અટકી જશે.
જો કોઈ વ્યક્તિની કૂંડળીમાં શનિ ગ્રહ અશુભ હોય તો વ્યક્તિના કામકાજમાં બહુ સમસ્યા આવે છે. વેપારમાં ખોટ જાય છે. નોકરીમાં ઈંક્રીમેન્ટ નથી મળતું કા તો નોકરીમાંથી જ કાઢી મુકવામાં આવે છે. આ ઉપરાંત ઘરમાં રોજ પૈસાની તંગી રહે છે. જેનાથી ઘરમાં રોજ ઝઘડા થાય છે. શરીર સ્વાસ્થ્ય પણ સારુ રહેતું નથી. આ ઉપરાંત વ્યક્તિ ખરાબ લોકોની સંગતમાં આવી જાય છે અને ઉલટા કામો કરવા લાગે છે. આવી સ્થિતિમાં શનિ દેવના પ્રકોપથી બચવા માટે જાતકે ઘોડાના નાળની અગુંઠી ધારણ કરવી જોઈએ. આ ઉપરાંત એવા કામો કરવા જેનાથી શનિ દેવ પ્રસંન્ન થાય. શનિ દેવને અપ્રિય કામ કરવાથી બચવું.